- રેલવે કામગીરીને કારણે પલાસવાળા રેલવે ફાટક બંધ
- 3 ડિસેમ્બર સુધી ફાટક બંધ રાખવામાં આવશે
- વાહન વ્યવહારને અલગ રૂટ આપવામાં આવ્યોવડોદરાથી ડભોઈ વચ્ચે રેલવે ફાટક બંધ રહેતા વાહનચાલકોને હાલાકી
વડોદરાઃ મંગળવારથી 3 ડિસેમ્બર સુધી ડભોઈ જતા પલાસવાળા નજીકનો રેલવે ફાટક બંધ રહેશે. ફાટકનું રિપેરીંગનું કામ હાથ ધરાયું હોવાથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈ વાહન વ્યવહારને ડાયવર્ટ કરાયો છે. ડભોઈ પોલીસનો વેગા ચોકડી બંદોબસ્ત ગોઠવી બેરિકેટ લગાવાયા હતા. અગલ રુટ આપવાથી અનેક વાહનચાલકો અટવાયા હતા.

વડોદરાથી ડભોઈ, રાજપીપળા, કેવડિયા કોલોની તરફ જવા માટે અને ઉત્તર ગુજરાત તરફથી આવતા વાહનો માટે વડોદરા, વાઘોડિયા, ઢોલાર થઈ ડભોઇ તેમજ ડભોઇથી વડોદરા જવા માટે ઢોલાર, વાઘોડિયા થઈને વડોદરા જઈ શકાશે. રેલવેની કામગીરીને અનુલક્ષીને પલાસવાડા ફાટક 3 દિવસ બંધ હોવાથી ડભોઈ પોલીસ દ્વારા ડભોઈ વેગા ચોકડી પાસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.