વડોદરા: ડભોઈ બોડેલી રોડ ઉપર આવેલા ટિંબી ક્રોસિંગ પાસે SOG પોલીસ જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક ઈસમ પર શંકા જતાં તેને અટકાવી તપાસ કરતાં તેની પાસેથી હાથ બનાવટના 2 નંગ દેશી તમંચા મળી આવ્યા હતા.
પોલીસે તેનું નામ તેમજ અન્ય વિગતો અંગે પૂછપરછ કરતાં ઈસમ છોટાઉદેપુરનો હોવાનું જણાવ્યું હતું. SOG પોલીસ દ્વારા ઝડપાયેલાં ઈસમને ડભોઈ પોલીસ સ્ટેશન લાવી આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દેશી બનાવટના રૂપિયા 10 હજારની કિંમતના 2 તમંચા જપ્ત કર્યા છે.
હાલમાં દેશી તમંચા મળી આવવાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. પોલીસે ઝડપાયેલા શખ્સની સઘન પૂછપરછ સાથે રિમાન્ડની તજવીજ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે.
ડભોઈ ટીંબી ક્રોસિંગ પાસેથી જિલ્લા SOG પોલીસે 2 તમંચા સાથે એકની ધરપકડ કરી - ડભોઇ ટીંબી ક્રોસિંગ
ડભોઈ ટીંબી ક્રોસિંગ પાસેથી જિલ્લા SOG પોલીસે 2 તમંચા સાથે એકની ધરપકડ કરી હતી.