વડોદરા પુરગ્રસ્તોને ઘરવખરી અને રોકડ સહાય સરકાર અને સરકારી તંત્રની મદદથી થઈ રહી છે. જિલ્લા કલેકટરે જણાવ્યું કે, કોઈ ખાનગી સંસ્થા, વ્યક્તિઓ કે, એજેન્સીને ફોર્મ ભરાવવા કે સહાય આપવાની કામગીરી સોંપવામાં આવી નથી. માત્ર સરકારી તંત્ર દ્વારા ભરાવવામાં આવેલા ફોર્મ જ અધિકૃત છે. તેમજ નિયમાનુસાર સહાયને પાત્ર ગણાશે. એટલે લોકો કોઈ ખાનગી વ્યક્તિ કે, સંસ્થાના દાવાને ન માને અને એમની સહાય ના લે.
સહાયરૂપે આજસુધી શહેરના 8619 કુટુંબોને 1 કરોડ 72 લાખ 38,000ની ચુકવણી ઘરવખરી સહાયના રૂપમાં અને 38,353 અસરગ્રસ્તોને 65 લાખ 9 હજાર 965ની રોકડ સહાય ચુકવવામાં આવી છે. 2 કરોડ 37 લાખ 47,965ની ચુકવણી કરવામાં આવી છે. જ્યારે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 1785 વ્યક્તિઓને 2,90,000ની કેશડોલ ચુકવવામાં આવી હતી.