વડોદરા: શહેર કૉંગ્રેસમાં ફરી (Vadodara City Congress)એકવખત જૂથબંધી સામે આવી છે. વડોદરા કૉંગ્રેસના વોર્ડ નંબર 7ના (Ward No. 7 of Vadodara Congress)આગેવાન ભાવિક અમીને સોશિયલ મીડિયા પર કૉંગ્રેસ વિરુદ્ધ પોસ્ટ કરતા માહોલ ગરમાયો છે. પ્રદેશ કૉંગ્રેસના આગેવાન સિદ્ધાર્થ પટેલે નિવેદન આપ્યું છે. જે લોકો શિસ્ત ભંગ કરશે તેમની સામે પગલાં લેવાશે. વડોદરા શહેર કૉંગ્રેસ શો કોઝ નોટીસ આપી છે. પાર્ટી શિસ્ત ભંગના પગલાં લેશે.
કૉંગ્રેસમાં અસંતોષ
વડોદરા કૉંગ્રેસમાં ફરીએ એકવખત જૂથબંધી સામે આવી છે. વડોદરા કૉંગ્રેસના વોર્ડ નંબર 7ના આગેવાન (Ward No. 7 of Vadodara Congress)ભાવિક અમીને સોશિયલ મીડિયા પર કૉંગ્રેસ વિરુદ્ધ પોસ્ટ કરતા માહોલ ગરમાયો છે. ભાવીને જ્યાં સુધી મૌલિક વૈષ્ણવ છે ત્યાં સુધી ભાજપની સત્તા રહેશે. તેવી પોસ્ટ કરતા જ કૉંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી છે.
આ પણ વાંચોઃ Union Budget 2022: કૉંગ્રેસ સરકારના બજેટમાં માત્ર જાહેરાત થતી કામો નહોતા થતા: વાઘાણી
વડોદરા કૉંગ્રેસના પ્રમુખ પદ માટે 7 દાવેદાર
વડોદરા શહેર કૉંગ્રેસ પ્રમુખ માટે સાત દાવેદારો લોબિંગ થયા હોવાની ચર્ચા છે. પ્રદેશ કૉંગ્રેસના આગેવાન સિદ્ધાર્થ પટેલે મોટું નિવેદન આપ્યું છે. જે લોકો શિસ્ત ભંગ કરશે તેમની સામે પગલાં લેવાશે જે લોકો વ્યક્તિગત આક્ષેપ કરવા હોય એ એમનો અંગત વિષય છે. વડોદરા શહેર કૉંગ્રેસ શો કોઝ નોટીસ આપી છે. પાર્ટી શિસ્ત ભંગના પગલાં લેશે.
કોણ છે મૌલિન વૈષ્ણવ
મૌલિન વૈષ્ણવ કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હતા. જેઓ હાલ કેન્સરની બીમારીથી પીડાય છે. અને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. અને તેઓ અત્યારે કૉંગ્રેસ કમિટીમાં કોઈ હોદ્દા પર પણ નથી. આ આક્ષેપ કૉંગ્રેસ પાર્ટીમાં ચર્ચાનું કેન્દ્ર બાયું છે. હવે જોવું આગામી સમયમાં કૉંગ્રેસ પ્રમુખ કોણ બનશે અને કોની સામે પગલાં લેવાશે.
આ પણ વાંચોઃ VMC Budget 2022: વડોદરા કોર્પોરેશનનું 3867 કરોડનું બજેટ મંજૂર, બોરિંગના પાણી માટે પૉલિસી બનશે