ETV Bharat / state

વડોદરામાં 5માં આયુર્વેદ દિવસની ઊજવણી, આયુર્વેદ દવાખાનામાં કરાયું ધનવંતરી પૂજન - વડોદરા જિલ્લા પંચાયત

વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા ધનતેરસ અને પાંચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે "આયુર્વેદા ફોર કોવિડ-19”ની થીમને ધ્યાને રાખી ધન્વતરી પૂજન, આયુર્વેદા ફોર કોવિડ-19 રિચર્સ બુલેટિન સહિતના ડિજિટલ પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

વડોદરામા 5મા આયુર્વેદ દિવસની ઊજવણી, 36 આયુર્વેદ દવાખાનામાં ધન્વંતરિ પૂજન કરાયું

author img

By

Published : Nov 13, 2020, 9:40 PM IST

  • વડોદરામાં પાંચમાં આયુર્વેદ દિવસની ઊજવણી કરાઈ
  • કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા તબીબોને સન્માનિત કરાયા
  • જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ધમવંતરી પૂજન કરાયું

વડોદરા: વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા ધનતેરસ અને પાંચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે "આયુર્વેદા ફોર કોવિડ-19”ની થીમને ધ્યાને રાખી ધન્વતરી પૂજન, આયુર્વેદા ફોર કોવિડ-19 રિચર્સ બુલેટિન સહિતના ડિજિટલ પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા આયુર્વેદ-હોમિયોપેથી તબીબ અને ફાર્માસિસ્ટસને સન્માનિત કરવામા આવ્યા હતા. જિલ્લા કક્ષાનો આ સમારોહ રાવપુરાના આયુર્વેદ દવાખાના ખાતેના બળવંતરાય મહેતા નેચરોપેથી ભવનમાં સંપન્ન થયો હતો.

વડોદરામા 5મા આયુર્વેદ દિવસની ઊજવણી, 36 આયુર્વેદ દવાખાનામાં ધન્વંતરિ પૂજન કરાયું
વડોદરામા 5મા આયુર્વેદ દિવસની ઊજવણી, 36 આયુર્વેદ દવાખાનામાં ધન્વંતરિ પૂજન કરાયું
આયુર્વેદા ફોર કોવિડ-19 રિચર્સ બુલેટિન સહિતના ડિજિટલ પ્રકાશનનું કરાયું વિમોચનઆયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, જિલ્લાના દવાખાનાઓમાં ધન્વતંરી પૂજન અને આરોગ્યલક્ષી પ્રવૃતિઓ જેવી કે, કેમ્પ, વાર્તાલાપ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત ત્રિમાસિક ડિજિટલ આયુષ ઈ-બુલેટિન (પોષણ વિશેષાંક-અનુબંધ-2.0) નું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિના સુધીની ત્રિમાસિક કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા તબીબોને પત્રથી સન્માનિત કરાયા
આયુષ ફોર કોવિડ- 19 અને કોવિડ કામગીરી ખાસ અહેવાલના પ્રથમ અંકનું વિમોચન કરાયું હતું, જેમાં આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત વડોદરાના મે.ઓ. દ્વારા સીસીસી ખાતે કોવિડ પોઝિટીવ દર્દીઓની સારવારનો વિશિષ્ટ અહેવાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યો છે. તેનું ડિજિટલ વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાના 21 આયુર્વેદ તબીબ, 12 હોમિયોપેથી તબીબ અને 7 ફાર્માસિસ્ટને પ્રશસ્તિ પત્ર આપી જિલ્લા આયુર્વેદ અધિકારી સુધીર જોશી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશી, વૈદ્ય સર્વ આશુતોષ પંડ્યા, આમ્રપાલી પટેલ, ઝંખના જાદવ, જિગર નરસાણા, સહિત સમગ્ર આયુશ ટીમે જહેમત ઊઠાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.