ETV Bharat / state

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે બેઠક કરી, ઇન્ટર્ન ડૉક્ટર્સની હડતાલ પરત લેવાની જાહેરાત કરી

author img

By

Published : Dec 17, 2020, 10:40 AM IST

છેલ્લા ત્રણ દિવસથી સ્ટાઈપેન્ડના પ્રશ્ને હડતાલ પર ઉતરેલા ઇન્ટર્ન ડૉક્ટર્સના અગ્રણી સાથે નાયબમુખ્ય પ્રધાને યોગ્ય બેઠક કરી હતી અને 3 દિવસથી ચાલતી ઇન્ટર્ન ડૉક્ટર્સની હડતાલ પરત લેવા જાહેરાત કરી હતી.

નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે બેઠક કરી, ઇન્ટર્ની ડૉક્ટર્સની હડતાલ પરત લેવાની જાહેરાત કરી

  • 3 દિવસથી ચાલતી ઇન્ટર્ન ડૉક્ટર્સની હડતાલ બિન શરતી સ્થગિત કરાઈ
  • વડોદરાના ઇન્ટર્ન ડૉક્ટરોએ હડતાલ પરત લેવામાં આવી
  • ઇન્ટર્ન ડોક્ટર્સની અગ્રણી સાથે નાયબમુખ્ય પ્રધાને યોગ્ય બેઠક કરી

વડોદરાઃ છેલ્લા ત્રણ દિવસથી સ્ટાઈ પેન્ડના પ્રશ્ને હડતાલ પર ઉતરેલા ઇન્ટર્ન ડૉક્ટર્સના અગ્રણી સાથે નાયબમુખ્ય પ્રધાને યોગ્ય બેઠક કરી હતી અને ખાતરી આપતા 3 દિવસથી ચાલતી ઇન્ટર્ન ડૉક્ટર્સની હડતાલ પરત લેવા જાહેરાત કરી હતી.

શહેર ભાજપ પ્રમુખે બેઠકમાં સમાધાનની મહત્વની ભૂમિકા ભજવી

રાજ્યભરના ઇન્ટર્ન ડૉક્ટર્સની ચાલતી હડતાલ ત્રીજા દિવસે રાત્રે પરત ખેંચી લેવામાં આવી છે. રાજ્યભરમાંથી 23 ઉપરાંત ઇન્ટર્ન ડૉક્ટર્સના અગ્રણીઓ સાથે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલે બેઠક કરી હતી. આ બેઠકના આયોજનમાં શહેર ભાજપના પ્રમુખ વિજય શાહ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ બેઠકમાં ઇન્ટરનેટ અને નાયબ મુખ્યપ્રધાને સ્ટાઈપેન્ડના પ્રશ્ને યોગ્ય કરવાની હૈયાધારણા આપી હતી. જેના પગલે ઇન્ટરનેટ દ્વારા રાત્રે હડતાલ પરત ખેંચવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે બેઠક કરી, ઇન્ટર્ન ડૉક્ટર્સની હડતાલ પરત લેવાની જાહેરાત કરી

ડૉક્ટર્સના ડેલીગેશન સાથે નાયબ મુખ્યપ્રધાન ત્રણ દિવસ બાદ વિસ્તૃત ચર્ચા કરશે

ત્રણ દિવસ પછી નાયબ મુખ્યપ્રધાન ઇન્ટર્ન ડોક્ટર્સના ડેલીગેશન સાથે મિટિંગ બોલાવશે.જેની અંદર ઈન્ટર્ન ડૉક્ટરના ત્રણ મહત્વના મુદ્દાઓને લઈને વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ચર્ચા-વિચારણા કર્યા બાદ સ્ટાઇપેન્ડના વધારાના પ્રશ્ન અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે તેવું ઈન્ટર્ન ડૉક્ટર્સના અગ્રણીએ હડતાલ પરત ખેંચતા સમયે જણાવ્યું હતું.

ઇન્ટર્ન ડૉક્ટરની હડતાલ

ઉલ્લેખનીય છે કે, ઇન્ટર્ન ડૉક્ટરની હડતાલના કારણે વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ઇમર્જન્સીમાં દર્દીઓનો એકસાથે વધારો થાય ત્યારે અને કોવિડ સેન્ટરમાંની કામગીરીમાં થતા વિલંબ સમયે ઇન્ટર્ન ડૉક્ટર્સની ગેરહાજરી ઉડીને આંખે વળગે છે. તેઓ ફરજ ઉપરથી અળગા રહેવાથી રેસિડેન્ટ ડૉક્ટર પર કામગીરીનું ભારણ ચોક્કસ વધી ગયું છે. જેને લઇને ગત સાંજે ડૉક્ટર્સના અગ્રણીઓ સાથે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલે બેઠક કરી હતી. આ બેઠકના આયોજનમાં વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડૉક્ટર વિજય શાહે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને નાયબ મુખ્ય પ્રધાને સ્ટાઇપેન્ડના પ્રશ્ને ઇન્ટર્ન ડૉક્ટર્સને યોગ્ય કરવાની હૈયાધારણા આપતા ઇન્ટર્ન ડૉક્ટર દ્વારા રાત્રે હડતાલ પરત ખેંચી લેવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.