ETV Bharat / state

ગાંધીનગરથી શિક્ષણપ્રધાને 4.31 કરોડના ખર્ચે નિર્મિત ત્રણ પ્રાથમિક શાળાનું ઈ લોકાર્પણ કર્યું - latest news in Vadodara

રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂપિયા 4.31 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ગજરાવાડી, સી.વી.રામન પ્રાથમિક શાળા GIDC અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સયાજીપુરાનું ગાંધીનગર ખાતેથી લોકાર્પણ કર્યું હતું.

વડોદરા
વડોદરા
author img

By

Published : Nov 8, 2020, 12:56 PM IST

  • 4.31 કરોડના ખર્ચે નિર્મિત ત્રણ પ્રાથમિક શાળાનું ઈ લોકાર્પણ
  • શિક્ષણપ્રધાન અને વિધાનસભાના અધ્યક્ષ ઓનલાઈન જોડાયા
  • ગાંધીનગર ખાતેથી શિક્ષણપ્રધાને કર્યું ઈ-લોકાર્પણ

વડોદરા : રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રૂપિયા 4.31 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ગજરાવાડી, સી.વી.રામન પ્રાથમિક શાળા GIDC અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સયાજીપુરાનું ગાંધીનગર ખાતેથી લોકાર્પણ કર્યું હતું.

4.31 કરોડના ખર્ચે નિર્મિત ત્રણ પ્રાથમિક શાળાનું ઈ લોકાર્પણ
નવી શિક્ષણ નીતિના અમલમાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બનશે : શિક્ષણ પ્રધાનઆ પ્રસંગે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ મહદંશે સર્વસ્વીકૃત બની છે. ત્યારે નવી શિક્ષણનીતિનો દેશભરમાં ગુજરાત અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય બને તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડોદરાના આજવા રોડ ખાતેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.શિક્ષકોને શિક્ષણ સિવાયનો કાર્યભાર હળવો કરવા શિક્ષણપ્રધાને કર્યો અનુરોધઆ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, કોઈ પણ દેશને પ્રગતિના માર્ગે લઈ જવા માટે શિક્ષકોની મહત્વની ભૂમિકા રહેલી છે. પ્રવર્તમાન કોરોના મહામારી લીધે શિક્ષણકાર્યમાં થોડા વિક્ષેપો આવ્યા છે. પણ ફરી વખત આપણે બમણા ઉત્સાહ સાથે શિક્ષણ કાર્યમાં જાગૃત થવાની આપણી જવાબદારી છે. તેમણે વિજ્ઞાનનો સમન્વય કરી આગળ વધવા અને રાષ્ટ્રીય એકતાને આધારિત શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત રાજ્યના શિક્ષકોએ કોરોનાં કાળમાં લોકોના આરોગ્યની જાળવણી માટે હેલ્થ સર્વેમાં આપેલી સેવાઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શિક્ષકોને શિક્ષણ સિવાયનો કાર્યભાર હળવો કરવા શિક્ષણપ્રધાનને અનુરોધ કર્યો હતો.

લોકાર્પણ પ્રસંગે આચાર્ય અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપ સિંહ ગોહિલે સ્વાગત ઉદબોધન અને શાસનાધિકારી ધર્મેન્દ્ર સિંહ ચુડાસમાએ આભારવિધિ કરી હતી. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય મનીષાબેન વકીલ, ડેપ્યુટી મેયર ડોક્ટર જીવરાજ ચૌહાણ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ નલિન ઠાકર, વિપક્ષના સભ્ય નરેન્દ્ર જયસ્વાલ,નલિન મહેતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન ચૌધરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સ્કૂલના આચાર્ય અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.