વડોદરા : વડોદરા શહેરના પ્રતાપનગર હેડ કવાટર્સમાં હથિયારધારી પોલીસ જવાન તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ 10 દિવસથી ગુમ હતાં. જેમનો આજે જામ્બુઆ બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત : વડોદરા બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા કમલેશ વસાવા છેલ્લા 10 વર્ષથી વડોદરા પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં નોકરી કરતા હતાં. જે છેલ્લા 10 દિવસથી ગુમ થઈ ગયા હતા. જેને લઇ પરિવારે બાપોદ પોલીસ અને વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. કમિશનર દ્વારા ગુમ કોન્સ્ટેબલની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આજે જામ્બુઆ બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો છે.
બાઈક લઇને સીવીલ ડ્રેસમાં નીકળ્યા હતા : કમલેશ વસાવાનો હાઇલી ડીકમ્પોઝ થયેલ મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે કપડા અને હાથે પહેરેલા દોરાથી તેઓની ઓળખ કરી હતી. સાથે જ કોન્સ્ટેબલના કપડામાંથી આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવા બાપોદ પોલીસ લાઈનમાં 24 નંબરમાં રહેતા હતા. 30 જાન્યુઆરીએ રાત્રે 12 વાગે પત્નીને ‘મને કોઇ મારવા આવે છે, હું નીચે જઇને આવું છું તેમ કહી બાઈક લઇને સીવીલ ડ્રેસમાં નીકળ્યા હતા. બે દિવસ સુધી તેઓ ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ બાપોદ પોલીસને અરજી આપી હતી. પણ તપાસ ન થતાં પરિવારે કમિશનરને રજૂઆત કરી હતી.
9 જાન્યુઆરીથી માંદગીની રજા પર : બાપોદ PSI એ આ મામલે તપાસ હાથ ધરી હતી અને પ્રતાપ હેડકવાર્ટર જઇને તપાસ કરતાં કમલેશ વસાવા 9 જાન્યુઆરીથી માંદગીની રજા પર હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તપાસ કરતા આજે જામ્બુઆ બ્રિજ નીચેથી હાઇલી ડીકમ્પોઝ થયેલ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો અમદાવાદ નવરંગપુરામાં 2 કોન્સ્ટેબલ ગુમ થવાનો મામલો, લાચાર પિતાની વેદના...
સીસીટીવી આધારે તપાસને આગળ ધપાવી હતી : 30 જાન્યુઆરીએ કોન્સ્ટેબલ કમલેશભાઇ મને કોઈ મારવા આવે છે. હું નીચે જઈને આવું છું. તેમ કહી પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા અને બાપોદ પોલીસ લાઈનમાં રહેતા પોલીસ જવાનું ગુમ થઈ જતા તંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી. કમલેશ વસાવા પોતાની પત્નીને મને કોઈ મારી નાખશે તેમ કહીને નવ દિવસ પહેલાં ઘરેથી નીકળી ગયા હતા. બે દિવસ સુધી ઘરે ન આવતા પરિવારે બપોદ પોલીસ મથકમાં જાણ કરી હતી. આ બાબતને લઈ પરિવારે પોલીસ કમિશનરને રજુઆત કરી હતી. પોલીસ કમિશનરે આ મામલે ગંભીરતા દાખવી વધુ તપાસ હાથ ધરી હતી. બાપોદ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરતા પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં કમલેશ વસાવા 9 જાન્યુઆરીથી માંદગીની રજા પર હોવાનું જાણવા મળ્યું હતું. બાપોદ પોલીસે વિવિધ લોકોના નિવેદન અને સીસીટીવી આધારે તપાસને આગળ ધપાવી હતી.
આ પણ વાંચો Vadodara : વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ કોલ્હાપુરથી ઝડપાય, લવ જેહાદના હોબાળાનો અંત
મોબાઈલ ન હોવાને કારણે તપાસમાં વિલંબ : કમલેશ વસાવાને ઉતરાયણના દિવસે સામાન્ય તકરાર થઈ હતી. મોટો વિવાદ નહોતો.તેમના ગુમ થયા બાદ પોલીસે કમલેશ વસાવાને શોધવા માટે વિવિધ લોકોની પૂછપરછ કરી. આ મામલે પોલીસને કમલેશ પાસે મોબાઈલ ન હોવાને કારણે તપાસમાં વિલંબ થઈ રહ્યો હતો. જેથી આ અંગે પોલીસ કમિશનરને જાણ કરાતા છેવટે દયનીય હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવાના મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતદેહને પેનલ પીએમ ,વિશેરા અને ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. જેના પરથી આ હત્યા હતી કે આત્મહત્યાનું કારણ જાણી શકાશે.
છેવટની વાતચીત : કમલેશ વસાવાના પરિવારે જણાવ્યું કે સોમવારે રાત્રે 12:20 કલાકે ઘરેથી એવું બોલીને નીકળી ગયા કે મને કોઈ મારવા આવે છે. લાલો ભરવાડ એ નીચે જઈને આવું. એવું કહીને નીકળી ગયા. બાઈક લઈને પછી એમનો કોઈ ભાળ ન મળી. એમને કોઈએ ધાકધમકી આપી હોય એટલે જ બોલતા હતા. અમને શંકા છે કે એમની હત્યા થઇ છે. ઉતરાયણના દિવસે અમારા ભત્રીજા જોડે બબાલ થઇ હતી. ભત્રીજો લાલો પૈસા માંગતો હતો 10000 હજાર. પછી એ બાઈક લઈને નીકળી ગયા પછી બે દિવસ અમે રાહ જોઈ આવશે આવશે. અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં 1 તારીખેે અમે અરજી આપી પછી 5 થી 6 દિવસ થઇ ગયા તોય રિસ્પોન્સ ન આપ્યો. અમે પછી ત્યાંથી પોલીસ ભવનમાં ગયા. પોલીસ ભવન આવ્યા બાદ દોઢ દિવસમાં તો મને શોધીને આપી દીધું. તપાસ બાદ ડેડબોડી જામ્બુવા બ્રિજ નીચેથી મળી. બાઈક હજુ મળ્યું નથી. બસ અમને ન્યાય મળવો જોઈએ.