ETV Bharat / state

Vadodara News: નવી ગાડી લેનારાને હવે RTOનો ધક્કો બચી ગયો, ડિલર્સને મળ્યા રાઈટ્સ - રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બનશે

1 જુલાઈથી નવા વાહનોનું રજિસ્ટ્રેશન ડીલરો કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં ડીલરોને તબક્કાવાર ટ્રેનિંગ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બનશે તેવું નિવેદન RTO દ્વારા આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયાને લઈ સામાન્ય રીતે આરટીઓનું ભારણ ઘટશે પરંતુ મુખ્ય વેરિફિકેશન પ્રક્રિયા તો આરટીઓ દ્વારા જ કરવામાં આવશે જેથી ગેરરીતિ ને કોઈ અવકાશ નહીં મળે.

dealers-will-register-new-vehicles-from-july-1-registration-process-will-be-faster

author img

By

Published : Jun 23, 2023, 1:15 PM IST

વડોદરાના આર.ટી.ઓ ઓફિસર જે.કે.પટેલે આપી માહિતી

વડોદરા: આવનાર 1 જુલાઈથી રાજ્યની તમામ RTO કક્ષાએ નવા વાહનોનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા હવે વાહન વેચતા ડીલર દ્વારા કરવામાં આવશે. આજદિન સુધી આ પ્રક્રિયા આરટીઓ દ્વારા કરવામાં આવતી હતી. 1 જુલાઈથી આ પ્રક્રિયા વાહન ડીલર દ્વારા કરશે જેની હાલમાં તબક્કાવાર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. વાહનની ડિલિવરી સમયે જ વાહનની HRPC નંબર પ્લેટ લગાડી વાહનની ડિલિવરી કરવામાં આવશે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન આરટીઓ કક્ષાએ થશે: અત્યાર સુધીમાં RTO કક્ષાએ થતી કામગીરી સંપૂર્ણ ડિજિટલાઇઝેશન છે. જેમાં અરજદારોને કોઈ મુશ્કેલી નથી. પરંતુ હવે ડીલર દ્વારા નવા વાહનની ડિલિવરી પૂર્વે રજિસ્ટ્રેશન દ્વારા આરટીઓ કક્ષાએ જૂજ ભારણ ઘટશે. હાલમાં વાહન વેચતા ડીલરો વાહનનું બિલ, ટેમ્પરરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, વાહન માલિકના જરૂરી પુરાવા અને વીમો ઓનલાઈન અપલોડ કરી ટેક્સની ભરપાઈ કરતા હોય છે. પરંતુ હવે સંપૂર્ણ જવાબદારી ડીલરોને આપવામાં આવી છે. આ પ્રક્રિયામાં કોઈ પણ જાતની ગેરરીતિ થતી હશે તો આરટીઓ દ્વારા સ્થળ તપાસ કે અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.

રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બનશે: આ અંગે વડોદરા આર.ટી.ઓ જે.કે.પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ મોટર વાહન અધિનિયમ હેઠળ કાયદામાં આવેલા સુધારા અનુસાર પહેલા જે ફુલ્લિબીટ વાહનોના નંબરો આરટીઓ ખાતેથી વેરીફાય અને એપૃવલ આપીને ફાળવવામાં આવતા હતા. જે હવે ડીલર કક્ષાએ ફી અને ટેક્સની ભરપાઈ કરીને ડીલર કક્ષાએ જ નંબર મળી જશે. આ સમગ્ર પ્રક્રિયા પહેલા આરટીઓમાં થતી હતી, જે હવે ડીલર દ્વારા કરવામાં આવશે. જેનાથી રજિસ્ટ્રેશન નંબરની પ્રોસેસ ઝડપી બનશે અને ઝડપથી નંબર આપી દેવામાં આવશે.

તબક્કાવાર ડીલરને ટ્રેનિંગ: સાથે વાહનની ડિલિવરી સમયે જ વાહનની HRPC નંબર પ્લેટ લગાડી વાહનની ડિલિવરી કરવામાં આવશે. વાહન ચાલકો ડીલર પાસેથી વાહનની ખરીદી કરે ત્યારે રજિસ્ટ્રેશન પ્રોસેસ અંગે ડીલરોને વળી કચેરીની સૂચના મુજબ તબક્કાવાર ડીલર સાથે ટ્રેનિંગનુ આયોજન કરવામાં આવે છે. તેમજ તેમને લગતા પ્રશ્નો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ પ્રક્રિયાને લઈ સામાન્ય રીતે આરટીઓનું ભારણ ઘટશે પરંતુ મુખ્ય વેરિફિકેશન પ્રક્રિયા તો આરટીઓ દ્વારા જ કરવામાં આવશે જેથી ગેરરીતિ ને કોઈ અવકાશ નહીં મળે.

  1. State RTO office: વર્ષ 2010 પહેલા ઇસ્યુ કરેલ લાયસન્સના ડેટા મિસ, ફેસલેશ સુુવિધાને સરકારે આપી મંજૂરી
  2. Gujarat Assembly 2022: રાજ્યમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 56 લાખથી વધુ ઇ-મેમો ઇસ્યુ કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.