વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં (Dead body found in Vishwamitri River) મગરે એક મૃતદેહને પકડી રાખ્યો હતો. ત્યારે ફાયરબ્રિગેડના (Vadodara Fire Department) જવાનોએ આ મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેમણે આ મૃતદેહને પોલીસને સોંપ્યો હતો. તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી (Vadodara Police investigation) કાર્યવાહી શરૂ કરી છે.
સ્થાનિકે કરી ફાયરબ્રિગેડને જાણ આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં (Dead body found in Vishwamitri River) અકોટા બ્રિજ પાસે મગરના મોઢામાં એક મૃતદેહ જોવા મળ્યો હતો. તેને જોતા સ્થાનિકે ફાયરબ્રિગેડને (Vadodara Fire Department) આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં (ssg hospital vadodara) મોકલ્યો હતો.
પોલીસે શરૂ કરી તપાસ જોકે, આ મૃતક ક્યાંનો રહેવાસી છે. તે અંગેની માહિતી પોલીસને મળી નથી. મૃતકની ઓળખ કરવા માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ તપાસ શરૂ કરી હતી, પરંતુ મોડી રાત સુધી કોઈ સગડ મળ્યા નહતા. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ (Vadodara Police investigation) હાથ ધરી છે.