ETV Bharat / state

ડભોઈ પોલીસે માસ્ક બાબતે કાર્યવાહી કરતા મધ્યપ્રદેશની મહિલાઓ રોષે ભરાઇ, માનવસાંકળ બનાવી રસ્તા પર ચક્કાજામ કર્યુ - ડભોઈ પોલીસ

ડભોઇ પોલસે માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન લગ્નપ્રસંગે જઈ રહેલી મધ્યપ્રદેશની મહિલાઓને પોલીસે માસ્ક પહેર્યુ ન હોવાથી દંડ ફટકારતા મહિલાઓ રણચંડી બની હતી. પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી બાદ મહિલાઓએ માનવસાંકળ બનાવી રસ્તો રોકી દેતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

ડભોઈ પોલીસે માસ્ક બાબતે કાર્યવાહી કરતા મહિલાઓ રોષે ભરાઇ

author img

By

Published : Dec 10, 2020, 3:13 PM IST

Updated : Dec 10, 2020, 4:22 PM IST

  • ડભોઈમાં માસ્ક પહેર્યા વિના લગ્નપ્રસંગે જઈ રહેલી મધ્યપ્રદેશની મહિલાઓ સામે પોલીસની લાલ આંખ
  • દંડનીય કાર્યવાહી કરતા મહિલાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
  • માનવસાંકળ બનાવી રસ્તો રોકતા 1 કી.મી લાંબો ટ્રાફિકજામ થયો
    ડભોઈ પોલીસે માસ્ક બાબતે કાર્યવાહી કરતા મહિલાઓ રોષે ભરાઇ, માનવસાંકળ બનાવી રસ્તા પર ચક્કાજામ કર્યુ

વડોદરા: ડભોઇ પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ માસ્ક ન પહેરેલા ઇસમો સામે કાર્યવાહી કરી રહી હતી તે અરસામાં નેપાલનગર મધ્યપ્રદેશથી કેટલાક લોકો જેઓ દીકરીના લગ્ન અર્થે જમણાનગર જઇ રહ્યા હતા, તેમને માસ્ક ન પહેરેલું ન હોવાથી ડભોઇ પોલીસે દંડની પાવતી આપતા મહિલાઓ ઉગ્ર બની હતી અને પોલીસ સાથે રકઝક પર ઉતરી આવી હતી.

પોલીસે માસ્ક ન પહેરેલ તમામને દંડ ફટકાર્યો

પોલીસ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તણૂકથી વાત કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે વેગા નજીક રોડ ઉપર ઊભા રહી જઇ તેમણે રસ્તો બંધ કરી દીધો હતો. આખરે ડભોઇ PI જે.એમ.વાઘેલા સ્થળ ઉપર આવી જતાં 12 ઉપરાંત મહિલાઓની યુવકો સહિત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મધ્યપ્રદેશની મહિલાઓએ કરી ઉગ્ર બોલાચાલી

ડભોઇ વેગા ત્રિભેટ નજીક બનેલા આ બનાવમાં ડભોઇ પોલીસ કર્મચારીઓને મળેલી સૂચના આધારે વેગા નજીક વાહન ચેકિંગ કરી માસ્ક ન પહેરલા ઈસમો સામે દંડનીય કાર્યવાહી કરી રહ્યા હતા. તે અરસામાં બોડેલી તરફથી નેપાલનગર મધ્યપ્રદેશથી કેટલીક મહિલાઓ અને બાળકો વડોદરા તરફ જમણાનગર દીકરીના લગ્ન પ્રસંગ માટે જઇ રહ્યા હતા. દરમિયાન પોલીસ દ્વારા તેમને રોકી અને માસ્ક વિષે પૂછતા તેમણે માસ્ક ન પહેરેલ હોવાથી પોલીસે તેમને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો. જેથી મહિલાઓ રોષે ભરાઈ હતી અને પોલીસ સાથે એકાએક બોલાચાલી પર ઉતરી આવી હતી.

માનવસાંકળ બનાવી રસ્તા પર ચક્કાજામ કર્યુ
માનવસાંકળ બનાવી રસ્તા પર ચક્કાજામ કર્યુ

મહિલાઓ દ્વારા પોલીસ મહિલાઓ સાથે ગેરવર્તણૂકથી વાત કરતા હોવાના આક્ષેપો સાથે રસ્તો રોકી માનવસાંકળ બનાવી ઉભી થઈ જતા 1 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફીક જામ થઈ જવા પામ્યો હતો. જોકે ડભોઇ પોલીસ મથકના PI જે.એમ.વાઘેલા સ્થળ ઉપર આવી જતાં મહિલાઓને સમજાવી ટ્રાફીક ખુલ્લો કરાયો હતો. ત્યારબાદ મહિલાઓની જાહેરનામા ભંગના ગુના હેઠળ અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

માનવસાંકળ બનાવી રસ્તા પર ચક્કાજામ કર્યુ
માનવસાંકળ બનાવી રસ્તા પર ચક્કાજામ કર્યુ
રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

Last Updated : Dec 10, 2020, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.