વડોદરા: આજના સમયમાં યુવાનો આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છે. જેના કારણે આપણી સંસ્કૃતિ વિસરાઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. આજના યુવાનો અને બાળકોને ખરેખર આપણી સંસ્કૃતિ શુ છે તેની ખબર જ નથી. પરંતુ જો કોલેજ અને સ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે તો બાળકો અને યુવાનો એ દિશામાં જાણવા માટે પ્રયત્ન જરૂર કરશે.યુવાનોને જાગૃત કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ વડોદરામાં આવેલી પારુલ યુનિવર્સિટીનીમાં આયોજન કરવામાં આવ્યું હતું.
સહયોગથી કરવામાં આવ્યું: બાલીનીઝ રામાયણનો સમૃદ્ધ સાંસ્કૃતિક કાર્યક્રમ પારુલ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયો હતો. જેનું આયોજન ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) ના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કલા અને સંસ્કૃતિની અનોખી અભિવ્યક્તિ ઇન્ડોનેશિયાના ગ્રૂપ દ્વારા કરવામાં આવી હતી. દશાવતાર અને ધ ક્રાય ઓફ સીતા નામથી બે પર્ફોર્મન્સ રજૂ કરાયા હતા. જેમાં મંગલાચરણ સરસ્વતી વંદના, બાલીનું કેકેક ડાન્સ, રોયલ તીરંદાજી સ્પર્ધા અને શંકરા વરણામ પલ્લવીનો સમાવેશ કરાયો હતો.
આ પણ વાંચો Vadodara Crime : નજર ચૂકવી દાગીના ઉતારી લેતી ટોળકીને વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ પાડી
કડી બનવાનું કામ: આ કાર્યક્રમના બે મુખ્ય પર્ફોર્મન્સ પૈકી દશાવતાર ભગવાન વિષ્ણુના દસ પુનર્જન્મ વિશેની કવિતા પર આધારિત હતો. જ્યારે ધ ક્રાય ઑફ સીતા લંકામાં સીતા માના દુઃખ ભર્યા જીવન આધારિત હતો. ધ ક્રાય ઑફ સીતા એ બાલિનીસ નૃત્ય અને શાસ્ત્રીય ભારતીય નૃત્ય ઓડિસીનું સાંસ્કૃતિક મિશ્રણ છે. તે સંગીત, નૃત્ય, કઠપૂતળી અને કવિતા વાંચન સહિત બે દેશો વચ્ચે સાંસ્કૃતિક કડી બનાવવાનું કામ કરે છે.
અલગ અલગ ટીમ: આ અંગે ઓડિસી ડાન્સર પંમ્પી પોલ એ જણાવ્યું હતું કે આઈ.સી સી.આર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં બાલીની ડાન્સર અને ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સર ને નિહાળવાનો મોકો મળ્યો છે. પદ્મશ્રી મેળવનાર કલાકાર અને મારા અન્ય કોરિયોગ્રાફ આધારિત સંસ્કૃતિ નિહાળવા બંનેના કોન્સેપ્ટને મિક્સ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં અલગ અલગ ઓડિસી ડાન્સ સાથે કાર્યક્રમ આધારિત પર્ફોમ કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમ મ્યુઝીક અને કવિતા આધારિત છે. જેમાં હિન્દી અને ઇન્ડોનેશિયન ભાષામાં રાજુ કરવામાં આવ્યું છે. બલીથી 11 લોકોની ટીમ સાથે અમારી 10 લોકોની ટીમ છે. અને બન્નેના કોલોબ્રેશન સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
રામાયણ ગાથાનું વર્ણન: તદ્દ ઉપરાંત બાલીનીઝ રામાયણ મંડળે પરંપરાગત બાલિનીસ શૈલીમાં રામાયણ ગાથાને પુનઃ સંભળાવી હતી. કાર્યક્રમમાં ઓડિસી નૃત્ય પ્રદર્શનની પ્રથમ આઇટમ કવિ શંકરાચાર્યના પંક્તિઓ પર આધારિત મંગલાચરણ હતી. જ્યાં નર્તક મંગલાચરણની શરૂઆતમાં ભગવાન જગન્નાથને મુઠ્ઠીભર ફૂલો અર્પણ કરે છે. નૃત્યાંગના વંદના શરૂ કરે છે, જે દેવી સરસ્વતી વિષેના સંસ્કૃત શ્લોક પર આધારિત છે અને ત્રિખંડી પ્રાણ સાથે સમાપ્ત થાય છે.