ETV Bharat / state

વડોદરા ST વિભાગ 26 ઓક્ટોબર સુધી દોડાવશે વધારાની બસો, પ્રવાસીઓને હવે નહીં થવું પડે હેરાન - gujarat state road transport corporation

વડોદરામાંથી પોતાના વતન પરત જવા માટે સેન્ટ્રલ બસ સ્ટેશન (vadodara central bus station) પર પ્રવાસીઓની ભારે ભીડ (Crowd Passenger at vadodara) જોવા મળી હતી. આ માટે એસટી વિભાગે 3 દિવસમાં 138 ટ્રીપ મારી છે. સાથે જ જરૂરિયાત મુજબ વધુ ટ્રીપ મારવાની પણ તૈયારી એસટી વિભાગે બતાવી છે.

વડોદરા ST વિભાગ 26 ઓક્ટોબર સુધી દોડાવશે વધારાની બસો, પ્રવાસીઓને હવે નહીં થવું પડે હેરાન

author img

By

Published : Oct 22, 2022, 2:26 PM IST

ડોદરા દિવાળીને ધ્યાનમાં (Diwali Festival) રાખી રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જ્યાં જૂઓ ત્યાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. આવી જ હાલત છે વડોદરા સેન્ટ્રલ (vadodara central bus station) બસ સ્ટેશનની. અહીંથી દિવાળીની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે બસ સ્ટેશન પર ભારે ભીડ (Crowd Passenger at vadodara) જોવા મળી રહી છે. આ માટે એસટી વિભાગે (gujarat state road transport corporation) પણ વિશેષ તૈયારી બતાવી છે.

3 દિવસમાં 138 ટ્રીપ મારી

પ્રવાસીઓની સુવિધા માટે બસ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન (gujarat state road transport corporation) એસટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વધુ બસો ફાળવવામાં આવી છે. વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ડેપો (vadodara central bus station) ખાતે તહેવારો દરમિયાન પંચમહાલ, દાહોદ, મહીસાગર, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ઉત્તર ગુજરાતના પ્રવાસીઓનો ભારે (gujarat state road transport corporation) ધસારો જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખી વડોદરા ડિવિઝનના સાત બસ ડેપોથી વધુ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

3 દિવસમાં 138 ટ્રીપ મારી 18 ઓક્ટોબરથી એસટી બસોમાં રિઝર્વેશનનું પ્રમાણ વધી રહ્યું હતું. બીજી તરફ વડોદરા સેન્ટ્રલ બસ ડેપો (vadodara central bus station) ખાતે કેટલાક રૂટની બસો વધુ ભરતી હોવાથી પંચમહાલ, સંતરામપુર, ઝાલોદ, લુણાવાડા, ગોધરા બારિયા જેવા રૂટ પર પ્રવાસીઓની સુવિધા માટે જરૂરિયાત મુજબની એક પછી એક બસો મૂકવામાં આવી રહી છે. આ સુવિધા તારીખ 18થી 26 ઓક્ટોબર સુધી શરૂ રાખવામાં આવી છે.

બસ સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ
બસ સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ

વધારાની બસનું સંચાલન વડોદરા વિભાગના 7 ડેપો આ તમામ બસોનું સંચાલન કરી રહી છે અને હાલમાં વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ (vadodara central bus station) દ્વારા 18 ઓક્ટોબરે 7 ટ્રીપ, 19 ઓક્ટોબરે 10 ટ્રીપ, 20 ઓક્ટોબરે 33 ટ્રીપ અને 21 ઓક્ટોબરે રોજ 88 ટ્રીપ અને આજે પણ ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ (Crowd Passenger at vadodara) જોવા મળી રહી છે.

પ્રવાસીઓને નહીં પડે અગવડ આ અંગે સ્ટેન્ડ ઇન્ચાર્જ રમેશ પટેલે જણાવ્યું હતું કે, દિવાળીના (Diwali Festival) પર્વને ધ્યાનમાં રાખી વડોદરા વિભાગ દ્વારા ગત 21 ઓક્ટોબરે 88 જેટલી ટ્રીપ વધુ મારવામાં આવી હતી. આ ટ્રીપ પંચમહાલ, ગોધરા, લુણાવાડા, સંતરામપુર, ઝાલોદ જેવા રૂટ માટે જરૂરિયાત મુજબ બસો ફાળવવામાં આવી રહી છે, જેથી પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને આગામી દિવસોમાં પણ જરૂરિયાત મુજબ વધુ બસો મૂકવામાં આવશે, જેથી પ્રવાસીઓને મુશ્કેલીઓ ન પડે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.