ETV Bharat / state

100 Crore Land Scam: ક્રાઈમબ્રાન્ચ ફોર્મમાં, આરોપી સાથે દસ્તાવેજ કરનારા ગ્રાહકોને દબાણ દૂર કરવા નોટિસ - Crime Branch Notice for Illegal Construction

વડોદરામાં દંતેશ્વર ખાતે 100 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં (100 Crore Land Scam Danteshwar Vadodara) ક્રાઈમબ્રાન્ચ તપાસ કરી રહી છે. હવે આ કૌભાંડના મુખ્ય આરોપી સાથે દસ્તાવેજ કરનારા ગ્રાહકોને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી (Crime Branch Notice for Illegal Construction) હતી. ચોંકાવનારી વાત એ છે કે, તલાટીને આ કૌભાંડ અંગે 9 વર્ષથી જાણ હતી.

100 Crore Land Scam: ક્રાઈમબ્રાન્ચ ફોર્મમાં, આરોપી સાથે દસ્તાવેજ કરનારા ગ્રાહકોને દબાણ દૂર કરવા નોટિસ

author img

By

Published : Feb 3, 2023, 4:33 PM IST

વડોદરાઃ શહેરના દંતેશ્વર ખાતે 100 કરોડ રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કેસમાં દસ્તાવેજ રજિસ્ટર્ડ કરી આપનારા સબ રજિસ્ટ્રાર સહિતના વિવિધ વિભાગના અધિકારીઓના નિવેદનો લેવામાં આવે છે. સાથે જ પ્લોટના રૂપિયા જમા કરાવવા નિરક્ષર વૃદ્ઘાની અંગ્રેજીમાં બોગસ સહી કરી બેન્ક ખાતુ ખોલાયા મામલે ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચો 100 crore Government Land Scam : સંજયસિંહ પાસે મળેલું એફ ફોર્મ ખોટું, કલેક્ટરની માલિકી છતાં પ્લોટ ટાઇટલ ક્લિયર થયાં

સ્વૈચ્છિક દબાણ દૂર કરવા નોટિસઃ આ મામલે હાલમાં મુખ્ય આરોપી સંજયસિંહ પરમાર સહિત દસ્તાવેજ કરનારા 27 ગ્રાહકોને સ્વૈચ્છિક દબાણ દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડ મામલે સરકારી તલાટી કમ મંત્રીને છેલ્લા કેટલાય વર્ષોથી જાણ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.

સરકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ?: સરકારી જમીન પર ગેરકાયદે બંધાયેલા વ્હાઈટ હાઉસ બંગલા મામલે વડોદરા શહેર ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે સરકારી કર્મચારી કે અધિકારીઓની સંડોવણી છે કે, કેમ તે બાબતે હાલમાં તપાસ ચાલી રહી છે. આ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામની છેલ્લા 9 વર્ષથી તલાટીને ખબર હોવાની માહિતી તપાસમાં સામે આવ્યું છે.

તલાટીની મિલીભગત!: આ જમીનમાં તલાટીએ લેન્ડ રેકર્ડમાં વર્ષ 2012-13માં ગેરકાયદે બાંધકામ અંગે એન્ટ્રી પાડી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સરકારી કર્મચારી એવા તલાટીએ લેન્ડ રેકર્ડમાં "બી.5.બાંધકામ"તેવી સ્પષ્ટ એન્ટ્રી પાડી હતી. આ મામલે 9 વર્ષથી કલેકટર કચેરીનું તંત્ર ગેરકાયદે બાંધકામ ની જાણ હોવા છતાં પગલાં ભર્યા નથી. હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

27 દસ્તાવેજ ધારકોને નોટિસ: દંતેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર વ્હાઇટ હાઉસનું ગેરકાયદે બાંધકામ કરનારાએ બાજુની જ સરકારી જમીન પર કાનન 1 અને કાનન 2 નામની સ્કીમ ઊભી કરીને મકાનોનું બાંધકામ શરૂ કરી દીધું હતું. આ સ્કીમમાં 27 ગ્રાહકોના દસ્તાવેજ કરવામાં આવ્યા છે. આ તમામને નોટિસ ફટકારવામાં આવી છે. અગાઉ આ કૌભાંડ મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને સરકારી જમીન પર બનાવેલ વાઈટ હાઉસ બંગલો દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આ સરકારી જમીન પર બનેલા 27 દસ્તાવેજધારકોને પણ નોટિસ ફટકારી સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ખોટી સહી કરવી ખાતું ખોલાવ્યું હતું: આ સરકારી જમીન પચાવી પાડનાર મુખ્ય આરોપી સંજયસિંહ પરમારે શાંતાબેન રાઠોડ સાથે ઈન્ડિયન ઓવર્સીસ બેન્ક મકરપુરા શાખામાં બેન્ક ખાતું ખોલાવ્યું હતું, જેથી બેન્ક મેનેજરને રેકર્ડ સાથે બોલાવી ચેક કરતા બેન્ક ખાતાના ફાર્મમાં શાંતાબેનની અંગ્રેજીમાં સહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ શાંતાબેન રાઠોડ નિરક્ષર હોવાથી તેઓ અંગૂઠો કરતા હોવાનું સામે આવતા આ સહી ખોટી હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. હવે આ મામલે મેનેજરની પૂછપરછ કરી નિવેદન લેવામાં આવ્યું છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આ કેસમાં સંજયસિંહની પત્ની લક્ષ્મીબેને હાઈકોર્ટમાં જામીન અરજી મુકતા તે અંગે સોગંદનામું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Vadodara land scam: જમીન કૌભાંડમાં હવે છૂટશે અધિકારીઓનો પસીનો, ક્રાઈમબ્રાન્ચ મેદાને

સરકારી અને અન્ય કર્મચારીના નિવેદનો લેવાયા: દંતેશ્વર વિસ્તારમાં સરવે નંબર 541 ફાઇનલ પ્લોટે 879 તથા 881વાળી જમીનનું આરોપી સંજયસિંહ પરમારે ટાઇટલ ક્લિઅરન્સ સર્ટીફેકિટ મેળવી આપનારા વકીલનું વડોદરા ક્રાઇમબ્રાન્ચ દ્વારા નિવેદન લેવામાં આવ્યું છે. તેમજ સંજયસિંહ પરમારે આ જમીનમાં પાડેલ 53 પ્લોટ પૈકી 27 પ્લોટના દસ્તાવેજ રજીસ્ટર કરનાર સબ રજીસ્ટ્રારનું નિવેદન લેવામાં આવ્યું છે. તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી ટી.ડી.ઓ તથા જુનિયર ક્લાર્કની વધૂ પૂછપરછ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલમાં વડોદરા શહેર ક્રાઈમબ્રાન્ચ જરૂરી તમામ લોકો ના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.