વડોદરાઃ કરજણ તાલુકાના કંડારી માનવ કેન્દ્ર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરી હતી. જેમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણી સંદર્ભે સી. આર. પાટીલ કરજણ પહોંચ્યા
આગામી 3 નવેમ્બરે યોજાનારી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે રવિવારના રોજ કરજણ તાલુકાના કંડારી સ્થિત માનવ કેન્દ્ર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આવ્યા હતા. ત્યા તેઓનું સ્વાગત કરાયું હતું. સી. આર. પાટીલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કરજણ બેઠક પર જે રીતે કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. તે ઘણા જ ઉત્સાહમાં હતા.
કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા
પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કરજણ બેઠક માટે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જે નારાજગી છે એ જોતા કોંગ્રેસની નાવ ડૂબી રહી છે. એ માટે કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. જે સમયે ચમનભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા સમયે ખરીદ વેચાણની સ્થિતિ હતી તે કોંગ્રેસની છે. એમ તેઓએ જણાવ્યું હતું. ભાજપમાં આવતા પહેલા લોકો સમક્ષ જવું પડે છે, ખરીદ વેચાણ ભાજપમાં નથી ચાલતું હવે, પછી કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ નહીં મળે, એક પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.
કરજણ બેઠક કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, નર્મદા વિકાસ પ્રધાન યોગેશ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશપ્રધાન શબ્દ શરણ બ્રહ્મભટ્ટ, સાંસદ રંજનબેન ભટ્ટ, કેતન ઈનામદાર સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.