- ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં વેક્સિનેશન આયોજન
- હેલ્થ વર્કર્સ અને નર્સિંગ સ્ટાફને કોવિડની રસી આપવામાં
- હેમંત માથુર છેલ્લા 8 મહિનાથી કોવિડ કાળમાં સેવા આપી રહ્યા
વડોદરા : સયાજીરાવ હોસ્પિટલ ખાતે ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં વેક્સિનેશન આયોજન કરવામાં આવ્યું હતું.100 હેલ્થ વર્કર્સ અને નર્સિંગ સ્ટાફને કોવિડની રસી આપવામાં આવી હતી.રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, સામાન્ય વેક્સિનેશન થી કોવિડ ટીકાકારણ પદ્ધતિ અલગ છે.
સૌપ્રથમ ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ તબીબોને વેક્સિનેશન અપાયું
હોસ્પિટલના સ્ટાફ નર્સ સપના શાહને 2 દિવસ કોરોના વેક્સિનેશન ડ્રાઇવ માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી.જેમાં જ્યારે કોઈ વ્યક્તિને વેક્સિન અપાય તો કયા પ્રકારની સાચવતી રાખવું જોઈએ તે શીખવાડવામાં આવે છે.
સૌપ્રથમ રસી ડોક્ટરને આપવામાં આવી
વડોદરા હોસ્પિટલમાં ફરજ નિબાવતા ઓર્થોપેડિક ડોક્ટર હેમંત માથુરને કોવિડની સૌ પ્રથમ રસી આપવામાં આવી હતી. લોકો અફવા અને વહેમથી દૂર કરવા માટે સૌપ્રથમ રસી ડોક્ટરને આપવામાં આવી હતી. હેમંત માથુર છેલ્લા 8 મહિનાથી કોવિડ કાળમાં ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં સેવા આપી રહ્યા છે.5000 થી વધુ ઓપરેશન કર્યા હતા.હું ખૂબ ખુશી આનુભવ કરી રહ્યો છું કે, દેશ માટે પહેલો રસીકરણ મને આપવામાં આવી