ETV Bharat / state

જિલ્લાની તમામ હોસ્પિટલ કોરોના સામે લડવા તૈયાર, પદાધિકારીઓએ કરી મુલાકાત - Bhuj General hospital

ચીનમાં કોરોના વાયરસના (Coronavirus Case Surat) કેસ વધતા ભારતના આરોગ્ય વિભાગની ઊંઘ પણ ઊડી ગઈ છે. ખાસ કરીને દેશના દરેક મહાનગરમાં અગાઉ જેવી ઈમરજન્સી ઊભી ન થાય એ માટે વિભાગે અત્યારથી પગલાં લેવાનું ચાલું કરી દીધું છે. સુરત શહેર તેમજ જિલ્લામાં કોરોના વાયરસના કેસને ધ્યાને લઈને પગલાં લેવાના શરૂ થયા (Gujarat Covid-19 Cases) છે. જે માટે એક ખાસ મોકડ્રિલ યોજાઈ હતી.

જિલ્લાની તમામ હોસ્પિટલ કોરોના સામે લડવા તૈયાર, પદાધિકારીઓએ કરી મુલાકાત

author img

By

Published : Dec 28, 2022, 5:56 PM IST

જિલ્લાની તમામ હોસ્પિટલ કોરોના સામે લડવા તૈયાર, પદાધિકારીઓએ કરી મુલાકાત

સુરત, ભૂજ, બારડોલી: ગુજરાતમાં કોરોનાના નવા વેરિયેન્ટના (Coronavirus Case Surat)કેસો નોંધાતાં ભયનો માહોલ ઉભોના થાય તે માટે સલામતીના ભાગરૂપે રાજ્યની સાથે કચ્છમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે (Gujarat Covid-19 Cases) આજે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં (Bhuj General Hospital) કોરોના એક્શન પ્લાનની તૈયારીના પગલે (Covid-19 Cases in Bhuj) મોક ડ્રીલ યોજાઈ હતી. હોસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું.

આ પણ વાંચો: દ્વારકામાં નાતાલ પર્વથી માંડી 31 ડિસેમ્બર સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યું

પદાધિકારીઓ હાજર: કચ્છના આરોગ્યતંત્ર દ્વારા ચેતવણીના ભાગરૂપે આજે ભુજની જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ, વેન્ટિલેટર, હોસ્પિટલના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું. કોરોનાના કેસ વધે તો એક્શન પ્લાનની અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી. ભુજની જનરલ હોસ્પિટલમાં કચ્છ કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ભુજ વિધાનસભા ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ચીફ મેડિકલ ઓફિસર કશ્યપ બુચ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મોકડ્રીલ યોજાઈ: મોકડ્રીલમાં કંઈ રીતે દર્દીને શરૂઆતમાં ચેક કરવામાં આવે છે. ત્યારથી માંડીને તેને કોરોના વોર્ડમાં કંઈ રીતે દાખલ કરવામાં આવે છે. તેમજ કંઈ રીતે તેની સારવાર કરવામાં આવે છે. તે દર્શાવવામાં આવ્યું હતું. દર્દી જ્યારે હોસ્પિટલે આવે છે ત્યારે સૌપ્રથમ તેના લક્ષણો ચકાસવામાં આવે છે તેમજ રોગની હિસ્ટરી જાણવામાં આવે છે. બાદમાં તેનું તાપમાન માપીને તેને કોરોના વોર્ડમાં લઈ જવામાં આવે છે જ્યાં તેનું રેપિડ ટેસ્ટ તેમજ RTPCR ટેસ્ટ કરવામાં આવે છે તેનું ઓક્સિજનનું સ્તર માપવામાં આવે છે અને જો જરૂર જણાય તો તેને ઓકસીજન માસ્ક લગાડવામાં આવે છે.

આ પણ વાંચો: બોનાન્ઝા બ્યુટી સલૂનની 7 બ્રાન્ચ પર GSTના દરોડા, 43 કરોડની રકમ ટાંચમાં

87 સ્થળોએ મોક્ડ્રીલ: કોરોના તૈયારી અંગેની મોકડ્રીલ અંગે વાતચીત કરતા જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે, કચ્છમાં 67 PHC, 16 CHC, 3 SDH અને 1 જી.કે.જનરલ હોસ્પિટલ મળીને કુલ 87 સ્થળો પર આજે મોકડ્રિલ યોજવામાં આવી હતી.જેનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલમાં કેટલી તૈયારીઓ થઈ ચૂકી છે તેમજ ઓકસીજનના કેટલા પ્લાન્ટ છે તે કાર્યરત છે કેટલા ચાલુ કરવાના બાકી છે. તેની ચકાસણી અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે.તેમજ કંઈ રીતે દર્દીઓને સારવાર આપવામાં આવશે તેની સમીક્ષા કરવામાં આવી હતી.

ઓકસીજન પ્લાન્ટ તૈયાર: ઉપરાંત ઓકસીજન પ્લાન્ટની વાત કરવામાં આવે તો કચ્છમાં હાલમાં 31 PSA પ્લાન્ટ કાર્યરત છે અને જો જરૂર જણાશે તો તે પ્લાન્ટમાંથી ઓકસીજન સપ્લાય કરવામાં આવશે. હજી પણ વધારે જરૂર જણાશે તો બીજી લહેર દરમિયાન જે રીતે ઓકસીજન સિલિન્ડર મારફતે ઓકસીજન પહોંચાડવામાં આવ્યું હતું. તેવી રીતે અમલીકરણ કરવામાં આવશે. જેટલી પણ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સરકારી આરોગ્ય તંત્ર સર્વે કરી રહ્યું છે.

આ પણ વાંચો: વિદેશથી દિલ્હી આવેલા બે મુસાફરો કોરોના પોઝિટિવ, એરપોર્ટ પર તપાસ શરૂ

બારડોલી: કોરોનાની સંભવિત લહેરને ધ્યાને લઈ સુરત જિલ્લાના 14 જેટલા સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે બારડોલીના સબડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલની ઉપસ્થિતમાં ચકાસણી સહિત મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં મંગળવારના રોજ ઓક્સીજન પ્લાન્ટ ટેસ્ટિંગ, વેન્ટીલેટરોનું ટેસ્ટિંગ, માસ્કનાં જથ્થાની ઉપલબ્ધતા તેમજ નર્સિંગ સ્ટાફની તાલીમ બદ્ધતા અંગે ચકાસણીઓ સહીત મોકડ્રીલ કરવામાં આવ્યું હતું.

જિલ્લામાં 14 જગ્યાઓ પર ચકાસણી: જિલ્લાના અરેઠ, ખરવાસા, મહુવા, અનાવલ, પલસાણા, ઉમરપાડા, ઓલપાડ, કામરેજ, કડોદ, માંગરોલ, ઝંખવાવ, સાયણ, માંડવી અને બારડોલી ખાતે મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં 14 જેટલા સ્થળોએ મોકડ્રિલ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે બારડોલીનાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલ મોકડ્રિલમાં સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર, ટી.એચ.ઓ પંકજ ફણસિયા તેમજ તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ પણ વાંચો: કોરોના વિસ્ફોટ: ગયામાં 11 વિદેશીઓ કોરોના પોઝિટિવ, 29 ડિસેમ્બરથી દલાઈ લામાનું પ્રવચન

સુરત સિટી હોસ્પિટલ: સુરતમાં કોરોના ની સંભવિત લહેરને પહોંચી વળવા માટે નવી સિવિલની કોવીડ-19 હોસ્પિટલમાં મોકડ્રિલ યોજવામાં આવી છે. આ મોકડ્રિલમાં એક મોક કોવિડ-19 પેસન્ટને લાવી એની ટ્રિટમેન્ટ કરવામાં આવી હતી. સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક ના અધ્યક્ષ સ્થાને કોવીડ-19માં પહોંચી વળવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સિવિલમાં પણ એક મોકડ્રિલ કરવામાં આવી હતી.

સુરતની નવી સિવિલની કોવીડ-19 હોસ્પિટલમાં આ જ પ્રકારે મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું. એક મોક પેસન્ટ લાવી તેને સારવાર આપવામાં આવી રહી છે. આ હોસ્પિટલમાં ઓપીડી થી લઈને આઈસીયું વેન્ટિલિટર બધા રેડી કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત લેબોરેટરી પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે.તેમાં RTPCR, એક્સરેય એ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં તમામ સેવા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.--ડૉ. કેતન નાયક

વડોદરા: વડોદરામાં કોવિડ વોર્ડ તૈયાર:વડોદરા શહેરની તમામ હોસ્પિટલો દ્વારા કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં વડોદરાની સૌથી મોટી સયાજી જનરલ હોસ્પિટલ ખાતે આજરોજ 100 બેડવાળો કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તૈયારીના ભાગરૂપે મોક એક્સર્સાઈઝનું આયોજન કરાયું આ એક્સસાઈઝના ભાગરૂપે અમે અત્યારે 100 બેડ તૈયાર કરી નાખ્યા છે.100 બેડમાંથી 25 બેડ ICU બેડ છે. અને બીજા 75 બેડ જનરલ અને ઓક્સિજનને લગતા બેડ છે. આગળ પણ જેમ જેમ જરૂર પડશે. અને જો દર્દીઓની સંખ્યા વધશે. તો બીજા આગળ 700 કે 800 બેડ કરવાની અમારી તૈયારી હશે આજરોજ વડોદરાની સૌથી મોટી સયાજી જનરલ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં ડો. રંજન ઐયર અને આરોગ્યની ટીમ દ્વારા PSA ઓક્સિજન પ્લાન્ટ,આરોગ્ય સુવિધાઓ, આઇસોલેશન બેડ, ઓક્સિજન બેડ, આઈસીયુ બેડ, વેન્ટિલેટર બેડ, ડોકટરો, નર્સો, પેરામેડિક્સ, આયુષ ડોકટરોની ઉપલબ્ધતા ચકાસવા માટે કામ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.