- વડોદરાની હેડ પોસ્ટ ઓફિસમાં કોરોનાનો પગપેસારો
- વડોદરાની GPOના 4 કર્મચારી કોરોના પોઝિટિવ આવતા પોસ્ટ ઓફિસ બંધ કરાઈ
- કામકાજ બંધ કરતા ગ્રાહકો અટવાયા
વડોદરાઃ જિલલ્લામાં રાવપુરા વિસ્તારમાં આવેલી પોસ્ટ વિભાગની મુખ્ય કચેરી GPOમાં 4 કર્મચારી કોરોના પોઝિટિવ આવતા G.P.O. નું કામકાજ બંધ કરવામાં આવ્યું છે.
પોસ્ટ ઓફિસને તત્કાલ કરવામાં આવી સેનેટાઇઝ
કોરોનાનું સંક્રમણ દિન - પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. અગાઉ કારેલી બાગ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ કોરોનાનો ભોગ બન્યા હતા. ત્યારબાદ આજે વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી પોસ્ટ વિભાગની મુખ્ય કચેરીમાં 4 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને કારણે પોસ્ટ ઓફિસનું તમામ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે.
કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ
જનરલ પોસ્ટ ઓફિસ વિભાગના અધિકારીએ આજે ફરજ પર આવેલા 100 જેટલા અધિકારી અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. રાવપુરા સ્થિત જનરલ પોસ્ટ ઓફિસના 100 જેટલા કર્મચારીઓનો કોરોના ટેસ્ટની પ્રક્રિયા સયાજી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. તેમાં પણ જો અન્ય કર્મચારી કોરોના પોઝિટિવ જણાઈ આવશે તો જનરલ પોસ્ટ ઓફિસ વધુ 3 કે 4 દિવસ બંધ રાખવામાં આવશે. તેમ જાણવા મળ્યુ હતુ. જનરલ પોસ્ટ ઓફિસનું કામકાજ બંધ રહેતાં ગ્રાહકો અટવાઇ પડયા હતા.