વડોદરા : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી એકવાર માથું (Corona case in Gujarat) ઊંચક્યું છે, ત્યારે સંભવિત ચોથી લહેરને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. સમગ્ર રાજ્યમાં તમામ હોસ્પિટલ, ઓક્સિજન પ્લાન્ટ તેમજ મેડિકલ સુવિધાઓની ચકાસણી થઈ રહી છે. ત્યારે આજે વડોદરા શહેરમાં આવેલા મેડિકલ સ્ટોર પર સંભવિત ચોથી લહેરને લઈ વાયરસ સામે લડવા માટે માસ્ક, સેનિટાઇઝર અને દવાઓમાં કેટલા ટકાનો વધારો છે તે અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. (corona cases today)
મેડિકલ એસોસિએશન પ્રમુખ શું કહે છે આ અંગે પ્રતિક્રિયા આપતા વડોદરા મેડિકલ એસોસિએશનના (Vadodara Medical Association) પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા એક વિકથી કોરોનાની સંભવિત ચોથી લહેર દેખાઈ રહી છે. તેને ધ્યાનમાં રાખી સરકાર તરફથી ગાઈડલાઈન આપવામાં આવી છે. સાથે સાથે માસ્કને લઈને લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે. હાલમાં માસ્કના વેચાણમાં 20થી 25 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો સાથે નોર્મલ મેડિકલ કફ અને ફલૂ માટે ઉપયોગી થતી હોય તેમાં પણ 15 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. રિટેલ અને હોલસેલમાં પણ પૂરતો જથ્થો હાલમાં ઉપલબદ્ધ છે અને કોઈ પણ પડકારને ઝીલવા તૈયાર છે. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ સૂચનો કરાયા છે કે મેડીકલમાં સ્ટોક ઉપલબ્ધ રાખવાની માહિતી આપવામાં આવી છે. (Corona medicine)
ડ્રગ એન્ડ ફુડ વિભાગ દ્વારા માહિતી મંગાવાઈ સંભવિત ચોથી લહેરને લઈ વડોદરા મહાનગરપાલિકાના વિભાગ દ્વારા તમામ મેડિકલ સ્ટોર પર કોરોનાની સ્થિતિને જોતા સેનીટાઇઝર, માસ્ક અને સામાન્ય ફ્લૂમાં ઉપયોગી એવી મેડિકલ દવાઓના (Corona Sanitizer Price) સ્ટોકની વિગતો મંગાવવામાં આવી છે. આવનાર દિવસોમાં તમામ મેડિકલો પર યોગ્ય મેડિસિન મળી રહે તે માટેની પણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. (corona medical gadget)
આ પણ વાંચો મહામારીના માર પર આર્થિક માર, કોરોના મેડિકલ ગેજેટ થયું મોંઘું
આરોગ્ય સમિતિના અધ્યક્ષ શુ કહે છે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડો.રાજેશ શાહે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના તમામ 34 હેલ્થ સેન્ટરો પણ કાર્યરત છે અને ત્રણ નવા કમ્યુનિટી હેલ્થ સેન્ટર સંપૂર્ણ રીતે કાર્યરત છે. આવનાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. સાથે જ વિવિધ સેન્ટરો પર ટેસ્ટીંગ પણ થઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આવનાર પરિસ્થિતિને પહોંચી વળવા શહેરની એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે કોઈ પણ ચિંતાજનક કેસ હાલમાં વડોદરામાં નથી જે રાહતના સમાચાર છે. (corona medical equipment)
આ પણ વાંચો ધારાસભ્ય એ હોસ્પિટલની મુલાકાત લીધી, સફાઈ, મેન્ટેનન્સ, ડોક્ટરોને લઈને નારાજગી કરી વ્યક્ત
આયુર્વેદિક અધિકારી શું કહે છે આ અંગે આયુર્વેદિક મેડિકલ અધિકારી સુધીર જોશીએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાની સંભવિત સ્થિતિને જોતા તમામ દવાઓનો સ્ટોક હાલમાં ઉપલબ્ધ કર્યો છે. આવનાર સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સૂચનો પણ કરાયા છે. હાલમાં ખૂબ નહિવત પ્રમાણમાં આ સ્ટોકની માંગ છે, પરંતુ આવનાર પરિસ્થિતિને પહોંચી વળવા પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો જે જેથી આવનાર કોઈપણ સ્થિતિને પહોંચી શકાય. (medical gadgets prices Increase)