ETV Bharat / state

વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષી નેતાની નિયુક્તિ નહિ કરતા વિવાદ - senior councilor

વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાનો હોદ્દો નહિ આપવા ભાજપે નિર્ણય કર્યો છે. બીજી બાજુ કોંગ્રેસના ચૂંટાયેલા 7 કોર્પોરેટરમાંથી પાંચ કોર્પોરેટર કોંગ્રેસના નેતા પદ માટે દાવેદાર બન્યા છે. જોકે, ચૂંટણીને ત્રણ મહિના થવા છતાં વિપક્ષના નેતા તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કોઇના પણ નામની જાહેરાત નહીં કરતાં કોંગ્રેસમાં વિવાદ સર્જાયો છે.

વડોદરા મહાનગરપાલિકા
વડોદરા મહાનગરપાલિકા
author img

By

Published : May 26, 2021, 11:42 AM IST

  • વિપક્ષના નેતાની નિમણૂંક કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી
  • વોર્ડ નં-13માંથી ચૂંટાયેલા સિનિયર કાઉન્સિલર બાળ સુર્વે દાવેદાર
  • 7 સભાસદો ચૂંટાઈ આવ્યા હોવાથી નેતાનો હોદ્દો નહિ આપવા ભાજપનો નિર્ણય

વડોદરા : મહાનગરપાલિકાના નવા બોર્ડમાં વોર્ડ -1માં પેનલ આવતા હવે વિપક્ષ નેતા વોર્ડ નં-1માંથી આવી શકે છે. ચૂંટણી પૂર્ણ થયા છતાં હજુ સુધી વિપક્ષના નેતાની નિમણૂંક કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. અત્યાર સુધી વિપક્ષના નેતા તરીકે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવનો દબદબો હતો. આ વખતે તેમની પેનલ બ્રેક થતા વોર્ડ -1માંથી અમી રાવત, પુષ્પાબેન વાઘેલા, જહા દેસાઈમાંથી વિપક્ષ નેતાના હોદ્દા માટેના દાવેદાર છે. વોર્ડ નં-13માંથી ચૂંટાયેલા સિનિયર કાઉન્સિલર બાળ સુર્વે પણ દાવેદાર છે.

આ પણ વાંચો : વડોદરામાં નારી શક્તિના પ્રતિક સમી કલેક્ટર સહિત આઠ મહિલા અધિકારીઓ

કાઉન્સિલરોએ પાલિકાની ખાસ સમિતીઓમાંથી પણ રાજીનામા આપ્યા

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 7 બેઠક પર જીત મેળવી હતી. જેને લઈને સત્તાધારી ભાજપ દ્વારા વિપક્ષનું નેતા પદ આપવાની મનાઇ કરતા કોંગ્રેસના કાઉન્સિલરોએ પાલિકાની ખાસ સમિતીઓમાંથી પણ રાજીનામા આપ્યા હતા. નોંધનીય છે કે, વડોદરા શહેરમાં કોંગ્રેસનો ગઢ જાળવી રાખીને પેનલ લાવનાર કોર્પોરેટરોમાંથી વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતાની જાહેરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેની ચર્ચાઓ વહેતી થઈ છે.

આ પણ વાંચો : વડોદરા કુદરતી હાજતે જવાના બહાને પોલીસને ધક્કો મારી મેન્ટલ હોસ્પિટલમાંથી કેદી ફરાર

ચૂંટણીમાં કોંગ્રેસે 76માંથી માત્ર 7 બેઠક પર જીત મેળવી

વડોદરા મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 76માંથી માત્ર 7 બેઠક પર જીત મેળવી હતી. જોકે, તેનો સીધો લાભ શાસક પક્ષ લઈ રહ્યું છે અને વિપક્ષને ફાળવાતી સુવિધાઓ બંધ કરી દેવાઈ છે. જ્યારે તાજેતરમાં મેયર દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરોને આડકતરી રીતે ઓફિસ પણ ખાલી કરી દેવા જણાવી અને જનતા જનાર્દનના સહારે શાસક પક્ષ કોંગ્રેસને ટોણો મારીને ખુશી વ્યક્ત કરી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.