વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રક્ષાબંધનના બીજા દિવસે ઋણ સ્વીકાર માટેનું અનોખું રક્ષા બંધન પર્વ ઉજવાયું હતું. આ પર્વના ભાગરૂપે જિલ્લા કલેકટરે વડોદરા નજીક આવેલ જરોદ ખાતેના NDRFના જવાનોને રાખડી બાંધી હતી. જિલ્લા કલેકટર અને મહિલા કર્મચારીઓએ દળના જવાનોને રાખડી બાંધીને પોતાની જાતને સંકટમાં મૂકીને હજારોના જીવનને બચાવનારા જવાનોને સુખી, સ્વસ્થ રહો તેવા અંતર આશિષ પાઠવ્યા હતાં.
કોઈ પણ કુદરતી આફત અને હોનારતમાં લોકોના દુઃખ અને દર્દને પોતાનું બનાવી લોકોના રક્ષા કાજે હંમેશા તત્પર રહેતાં NDRFના જવાનોની શહેરમાં તાજેતરના અતી અસાધારણ વરસાદ અને પુરની આપત્તિમાં જીવન રક્ષા સેવાઓને ઉર્મિસભર રીતે નવાજવાનું ઋણ સ્વીકાર રક્ષાબંધન પર્વ બની રહ્યું હતું. ભારતીય સેનાના ૨૯મી એર ડિફેન્સ રેજીમેન્ટના અને SDRFના જવાનોને ઉમળકાભેર રાખડી બાંધીને તેનો આભાર માનવામાં આવ્યો હતો.