ETV Bharat / state

સેન્સ પ્રક્રિયામાં ઈંટોલા બેઠકનાં 2 ઉમેદવારો વચ્ચે ટક્કર, પ્રદેશ પહોંચશે મામલો - દેવુસિંહ ચૌહાણ

કરજણની ઈંટોલા બેઠક માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલ અને પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ વચ્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની હાજરીમાં બોલાચાલી થઈ હતી. માજી ધારાસભ્યની ઈચ્છા મુજબનું નામ રજૂ ન થતાં તેમણે ફોન કરી ટિકિટ ઈચ્છુકોને સ્થળ પર બોલાવી લીધા હતા. જેની જાણ વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલને થતા તેઓ ગુસ્સે ભરાયા હતાં અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની હાજરીમાં બંને ઝઘડી પડ્યા હતા.

બે ઉમેદવારો વચ્ચે ટક્કર
બે ઉમેદવારો વચ્ચે ટક્કર
author img

By

Published : Feb 2, 2021, 12:10 PM IST

  • ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયામાં જ ભડકો
  • ઈંટોલા બેઠકના ઉમેદવાર નક્કી કરવા ભાજપના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો બાખડ્યાં
  • કરજણના પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે બોલાચાલી

વડોદરા: વડોદરામાં ઉમેદવારોનાં સેન્સ લેવાની પ્રક્યિા પૂર્ણ થઇ ગયા બાદ બીજા તબક્કામાં પ્રદેશ તરફથી નિયુક્ત કરેલા નિરીક્ષકો દ્વારા સાંસદો, ધારાસભ્યો અને મંડળની સંકલન સમિતિને નિરીક્ષકો દ્વારા સાંભળવાની બે દિવસની પ્રક્રિયા કરવામાં આવી હતી. જે દરમિયાન કરજણના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે ભાંજગડ ઊભી થતાં તેઓ અગ્રણીઓની હાજરીમાં બોલાચાલી પર ઉતરી આવ્યા હતા. ડભોઇ, ડભોઇ નગર, પાદરા, પાદરા નગર, કરજણ અને શિનોર વિભાગના સાંસદ ધારાસભ્ય અને મંડળ સંકલન સમિતિને પ્રદેશ નિરીક્ષક દેવુસિંહ ચૌહાણ અને પંકજ દેસાઇ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ટિકિટો માંગવામાં આવતા આગેવાનો માટે નામો નક્કી કરવાની પ્રક્રિયા ખૂબ અઘરી બની છે.

પ્રદેશ ભાજપની ગાઈડલાઈન અનુસાર બંધ બેસતા ઉમેદવારોને જ અપાશે પ્રાથમિકતા

પ્રદેશ નિરીક્ષક દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રદેશની ગાઈડલાઈન અનુસાર જે બંધ બેસતા હશે તેવાને જ પ્રાથમિકતા આપવામાં આવશે. ગુનાહિત ભૂતકાળ ધરાવનારાઓ જેમણે ટિકિટની માંગણી કરી હોય તેવા ઉમેદવારો વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, પ્રદેશના નિયમોનુસાર બધી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ નામો નક્કી કરવામાં આવશે અને નામોની યાદી આખરી પાર્લામેન્ટરી બોર્ડમાં જ રજુ કરવાની છે ત્યાં નામો નક્કી થશે. નિરીક્ષકોની સંકલન બેઠકમાં પાદરા તાલુકાની સીટો માટેની ચર્ચામાં દિનુમામા સાથે મંડળની સંકલન સમિતિ સાથે રહી અને નિરીક્ષકોને રજૂઆત કરી હતી. ત્યારે કમલેશ પરમાર દ્વારા વ્યક્તિગત રીતે રજૂઆત કરવામાં આવી હતી. તેવી જ રીતે કરજણમાં હાલના ધારાસભ્ય અક્ષય પટેલ અને માજી ધારાસભ્ય સતિષ પટેલ વચ્ચેનો વિવાદ જગજાહેર હોય બંનેમાં સંકલન ન થતાં તેમણે બધાને મોબાઈલ બહાર મૂકી આવવા જણાવ્યું હતું.

દરેકના મોબાઈલ બહાર મૂકાવવામાં આવ્યા હતા

નિરીક્ષક અને જિલ્લા મહામંત્રી સાથે રહી અને બહાર બેસી નામો પર સંકલન કરીને ચર્ચા કર્યા બાદ જ નિરીક્ષકો સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. બેઠક દરમિયાન ફક્ત કરજણમાં રજૂઆત કરનારા ધારાસભ્યોથી લઈને માજી ધારાસભ્યો સુધી દરેકના મોબાઈલ બહાર મુકાવવામાં આવ્યા હતા. આ રીતે બે મંડળમાં વિવાદ રહ્યો હતો. બાકીના મંડળોની શાંતિપૂર્વક રજૂઆતો સાંભળવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.