- કોરોના મહામારીને કારણે સાવલીમાં બંધ પડેલી કોર્ટ ફરી કરાઈ શરુ
- સાવલી-ડેસર વકીલ મંડળે સરકારના નિર્ણયને આવકાર્યો
- વકીલ આલમમાં ફેલાઈ આનંદની લાગણી
વડોદરા: કોરોના મહામારીના પગલે સાત માસ ઉપરાંત સમયથી બંધ કરાયેલી કોર્ટની કામગીરી ફરી શરૂ કરવામાં આવતા સાવલી-ડેસર વકીલ મંડળે સરકારના નિર્ણયને આવકારી ખુશી વ્યક્ત કરી હતી.
કોર્ટ કાર્યવાહી ઠપ્પ થતાં અસીલોને પડતી હતી મુશ્કેલી
રાજ્ય સરકારે વૈશ્વિક કોરોના મહામારીના પગલે નાગરિક સલામતી અને સ્વાસ્થ્ય સુરક્ષા માટે કોર્ટોમાં વકીલ અને અસીલોની થતી મુશ્કેલીને કારણે છેલ્લાં સાત માસ ઉપરાંતના સમય અગાઉ કોર્ટ બંધ રાખવાના આદેશ કરાયાં હતા.
તમામ વકીલો કરશે કોવિડ ગાઈડલાઈનનું પાલન
જેમાં અત્યારસુધી અગત્યના કામે ઓનલાઈન કોર્ટ ચાલતી હતી. હવે અસીલોને ન્યાય મેળવવામાં પડતી અગવડતા અને વકીલોની કામગીરી માટે ફરી રાબેતા મુજબ કોર્ટો શરૂ કરવામાં આવી છે. જયારે સાવલી-હાલોલ રોડ પર આવેલી દિવાની ફોજદારી કોર્ટ અને અધિક સેસન્સ કોર્ટ શરૂ કરાઇ હતી. સરકારના આ આદેશને સાવલી-ડેસર વકીલ મંડળે આવકાર્યો હતો. તેમજ સરકારની કોવિડ ગાઈડલાઈન પ્રમાણે માસ્ક સેનેટાઈઝર સોશ્યિલ ડિસ્ટનસીંગનું સંપૂર્ણ પાલન કરી કોર્ટ કામગીરી શરૂ કરાઇ હતી.