ETV Bharat / state

વડોદરા નિર્ભયા કાંડઃ આરોપીને ઝડપી પાડવાની માગ સાથે નાગરીકોની મૌન રેલી - વડોદરામાં નાગરીકોની મૌન રેલી

વડોદરા: શહેરના નિર્ભયા કાંડના આરોપીઓને સત્વરે ઝડપી પાડવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધીની મૌન રેલી કાઢવામાં આવી હતી.

vadodara
vadodara
author img

By

Published : Dec 4, 2019, 4:04 AM IST

નવલખી મેદાનમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે શહેરીજનોમાં રોષ ભભૂકી રહ્યો છે. પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ સંસ્થા, સંગઠનો દ્વારા ઘટનાને વખોડી કાઢવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે.

વડોદરા નિર્ભયા કાંડઃ આરોપીને ઝડપી પાડવાની માગ સાથે નાગરીકોની મૌન રેલી

ત્યારે શહેરના જાગૃત નાગરીકો દ્વારા આજરોજ ગાંધીનગર ખાતેથી વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. મૌન રેલીમાં વડોદરાના નિર્ભયા કાંડ સામે રોષ વ્યક્ત કરતાં પ્લે-કાર્ડ અને બેનર્સ સાથે મોટી સંખ્યામાં નાગરીકો જોડાયા હતાં. પીડિતાને ન્યાય અપાવવા અને આરોપીઓને ઝડપી પાડવાની માંગણી સાથે નિકળેલી મૌન રેલી અમદાવાદી પોળ, રાવપુરા રોડ, કોઠી ચાર રસ્તા થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી.

Intro:વડોદરા નિર્ભયા કાંડઃ નરાધમોને ઝડપી પાડવાની માંગ સાથે નાગરીકોની મૌન રેલી

વડોદરા શહેરના નિર્ભયા કાંડના આરોપીઓને સત્વરે ઝડપી પાડવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ ગાંધીનગર ગૃહ થી કલેક્ટર કચેરી સુધીની મૌન રેલી કાઢવામાં આવી હતી.

નવલખી મેદાનમાં સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના અંગે શહેરીજનોમાં રોષ ભભૂકી રહ્યો છે. પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ સંસ્થા, સંગઠનો દ્વારા ઘટનાને વખોડી કાઢવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે શહેરના જાગૃત નાગરીકો દ્વારા આજરોજ ગાંધીનગર ખાતેથી વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. મૌન રેલીમાં વડોદરાના નિર્ભયા કાંડ સામે રોષ વ્યક્ત કરતાં પ્લે-કાર્ડ અને બેનર્સ સાથે મોટી સંખ્યામાં નાગરીકો જોડાયા હતાં.

Body:પીડિતાને ન્યાય અપાવવા અને આરોપીઓને ઝડપી પાડવાની માંગણી સાથે નિકળેલી મૌન રેલી અમદાવાદી પોળ, રાવપુરા રોડ, કોઠી ચાર રસ્તા થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી. કેટલાંક રાજકીય અગ્રણીઓ મૌન રેલીમાં પહેલેથી જોડાયા નહોતાં. Conclusion:તેઓ સીધા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતાં અને રેલી પહોંચતા જ તેમાં જોડાઈ ગયા હતાં અને કલેક્ટરને આવેદન સુપરત કરી ફોટા પડાવી જશ ખાટવા તત્પર થયા હતાં. જોકે, યુવાનોએ રાજકીય અગ્રણીઓનો વિરોધ કર્યો હતો જેને પગલે આખરે પાંચ મહિલાઓના હસ્તે કલેક્ટરને આવેદન સુપરત કરવામાં આવ્યું હતું.

બાઈટ -અસ્મા શેખ

બાઈટ શાલિની અગ્રવાલ કલેકટર વડોદરા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.