- કોરોનાના ગ્રહણ વચ્ચે નાતાલ પર્વની ઉજવણી
- ચર્ચ - દેવળોમાં પ્રભુ ઈસુને વિશ્વ કોરોના મુક્ત બને તે માટે પ્રાર્થના કરી
- કોવિડ 19 ની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું
વડોદરા : વૈશ્વિક કોરોનાં મહામારીના ચાલી રહેલા કપરા કાળ દરમિયાન શુક્રવારે વડોદરામાં ખ્રિસ્તીઓના નવા વર્ષ ક્રિસમસની કોવિડ ગાઈડલાઈન પ્રમાણે ઉજવણી કરાઈ હતી.
દર વર્ષે ઉજવાતો નાતાલ પર્વ કોરોનાના કારણે સાદાઈ પૂર્વક ઉજવવામાં આવ્યો
25 મી ડિસેમ્બરને નાતાલ - ક્રિસમસ તરીકે દર વર્ષે હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવે છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીને કારણે ક્રિસમસ નાતાલ પર્વની સાદાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
દેવળોમાં આવી નહીં શકતા લોકો ઓનલાઈન પ્રાર્થનામાં જોડાયા
વડોદરા શહેરના નિઝામપુરા રોડ ઉપર આવેલા ચર્ચમાં કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે ક્રિસમસ નાતાલ પર્વ મનાવવામાં આવ્યો હતો. ચર્ચના ફાધરની વિશેષ ઉપસ્થિતિમાં પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે સાથે સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે પણ ખ્રિસ્તી સમાજના લોકોએ પ્રભુને પ્રાર્થના કરી હતી. ફાધર દ્વારા ઓનલાઈન પૂજા કરી નવા વર્ષ નાતાલની શુભ કામનાઓ પાઠવી હતી. આમ તો દર વર્ષે ઉત્સાહભેર નાતાલ પર્વ મનાવવામાં આવતો હોય છે અને વિવિધ કાર્યક્રમો પણ યોજાતા હોય છે. જોકે, આ વર્ષે કોરોનાને કારણે તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.