- વડોદરામાં શ્રી ગુરુનાનક દેવજીની 551મી કરાઈ ઉજવણી
- કોવિડ 19 ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાયું
- સાદાઈપૂર્વક ઉજવણી કરાઈ
વડોદરાઃ વડોદરાના હરણી એરપોર્ટ નજીક આવેલા ગુરુદ્વારા ગુરુનાનક દરબાર ખાતે શ્રી ગુરુનાનક દેવજીની 551મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ દર્શનાર્થે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની ગાઈડલાઈન અનુસરીને ભક્તોને દર્શન કરવા દેવામાં આવ્યા હતા. શ્રી ગુરુનાનક દેવજીની જન્મ જયંતી નિમિત્તે ગુરુદ્વારા ગુરુ નાનક દરબાર ખાતે આયોજિત લંગર કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટે પણ ભક્તોને પ્રસાદીનું વિતરણ કરી ધન્યતા અનુભવી હતી.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ગુરુનાનક દેવજીની જન્મ જયંતીની કોરોના મહામારીના પગલે સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તદુપરાંત કોરોનાની મહામારીને જોતા મોટાભાગનાં સ્થળોએ લંગરનું આયોજન પણ મોકૂફ રાખવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ગુરુનાનક દેવજીની 551મી જન્મ જયંતી સાદાઈપૂર્વક ઉજવવાનું નક્કી કરાયું હતું.કોરોનાની મહામારીને ધ્યાને લઈને અને સરકારની ગાઇડ લાઇનને અનુસરીને ગુરુદ્વારા કમિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને કાર્યક્રમની સંપુર્ણ સમાપ્તિ તે જ દિવસે કરવામાં આવી હતી.