ETV Bharat / state

વડોદરા મહાનગરપાલિકાના નવા બોર્ડના હોદ્દેદારોની નિમણૂક બાદ હવે બજેટ રજૂ કરાશે - municiple commisonor of vadodara

વડોદરા મહાનગરપાલિકાના નવા બોર્ડની રચના બાદ હોદ્દેદારોની નિમણૂક થતાં હવે બજેટ રજૂ કરવામાં ઝડપ આવી ગઇ છે. આ માટે આગામી સપ્તાહ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજૂ કરવામાં આવી શકે છે. પ્રતિવર્ષ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં બજેટ રજૂ કરવામાં આવતુ હોય છે. જેને 20 ફેબ્રુઆરી સુધી મંજૂર કરીને સમગ્ર સભા બહાલી આપી દેતુ હોય છે, પરંતુ તાજેતરમાં વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સમયસર ચૂંટણી યોજી શકાઈ ન હતી.

Vadodara Municipality
Vadodara Municipality
author img

By

Published : Mar 13, 2021, 11:52 AM IST

Updated : Mar 13, 2021, 2:28 PM IST

  • મહાનગરપાલિકાના નવા બોર્ડની રચના બાદ હોદ્દેદારોની નિમણૂક થતાં હવે બજેટ રજૂ કરવામાં આવશે
  • 20 ફેબ્રુઆરી સુધી મંજૂર કરી સમગ્ર સભા બહાલી આપી દેતુ હોય
  • વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સમયસર ચૂંટણી યોજાઇ શકાઈ નહતી

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના નવા બોર્ડની રચના બાદ હોદ્દેદારોની નિમણૂક થતાં હવે બજેટ રજૂ કરવામાં ઝડપ આવી ગઇ છે. આ માટે આગામી સપ્તાહ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજૂ કરવામાં આવી શકે છે. પ્રતિવર્ષ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં બજેટ રજૂ કરવામાં આવતુ હોય છે. જેને 20 ફેબ્રુઆરી સુધી મંજૂર કરીને સમગ્ર સભા બહાલી આપી દેતુ હોય છે, પરંતુ તાજેતરમાં વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સમયસર ચૂંટણીમાં વિલંબ થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ , વડોદરા અને ભાવનગરમાં મહાનગર પાલિકાના પદાધિકારીઓની ઘોષણા

સમગ્ર સભા બજેટને મંજૂર કરીને 31 માર્ચ પહેલા કમિશનરને સુપ્રત કરી દેશે

મહાનગરપાલિકાના CEO બજેટ મંજૂર કરે તો ભવિષ્યમાં તેની કાયદાકીય લાયકાત સામે પ્રશ્નો સર્જાય તેમ હતું. જેથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ રજૂ કરાયું ન હતું. ગત બુધવારના રોજ પાલિકાના નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે બજેટની તૈયારીઓમાં ઝડપ આવી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ આગામી સપ્તાહમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજૂ કરવામાં આવી શકે છે. જે બાદ સ્થાયી સમિતિની ઉપરાછપરી બેઠક મળ્યા બાદ બજેટને સભાની બહાલી અર્થે રજૂ કરાશે. સમગ્ર સભા બજેટને મંજૂર કરીને 31 માર્ચ પહેલા કમિશનરને સુપ્રત કરી દેશે. જેથી આગામી પખવાડીયું પાલિકાના સભાસદો અને એકાઉન્ટ વિભાગના અધિકારીઓ માટે દોડધામરુપ બની રહેશે.

આ પણ વાંચો: વડોદરા મનપાના મેયર સહિતના હોદ્દેદાર જાહેરઃ મેયર બન્યાં કેયૂર રોકડિયા અને ડેપ્યૂટી મેયર નંદાબેન જોશી

Last Updated : Mar 13, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.