સોશયલ મિડીયાના માધ્યમ એવા ફેસબૂક પર એક અજાણ્યા યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી એક ગૃહિણીએ પોતાના પગ પર કુહાડી મારી મોટી મુસીબતમા ફસાઈ ગઈ હતી. ફેસબૂક ફ્રેન્ડના બ્લેક મેઇલિંગથી કંટાળીને પોલીસની મદદ લેવાનો વખત આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.વડોદરા શહેેેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી ગૃહિણીને પોતાના પરિવાર સાથે રહેતી હતી.અંદાજે 6 માસથી વધુ સમયથી મહિલાને નડિયાદના નિકુંજ સોની નામના યુવક સાથે ફેસબૂક પર મિત્રતા થઇ હતી. બંને વચ્ચે વોટ્સઅપ પર પણ ચેટિંગ થવા લાગ્યું હતું, અને નિકુંજ મહિલાના ઘેર પણ આવ્યો હતો.
બે ત્રણ મહિના પછી નિકુંજે બ્લેકમેઇલિંગ કરવાની શરૂઆત કરી હતી. નિકુંજે મહિલાના પતિને ચેટિંગ બતાવી દઇશ અને તારા પુત્રને જાનથી માંરી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો. જોકે, આ ઘટના બાદ ગભરાયેલી મહિલા તેના તાબે થઇ ગઇ હતી, અને તેણે માર્ચ મહિનામાં પાવર ઓફ એટર્ની પણ આપ્યા હતા. મહિલાને તેના પુત્રની હત્યાની ધમકી આપી રુપિયા માંગતા મહિલાની માતાએ રુ.12 લાખ અને 10 તોલાના દાગીના આપ્યા હતા. ત્યારપછી પણ તેણે મહિલા પાસે દાગીના પડાવ્યા હતા. જોકે આ સમગ્ર મામલે મહિલાએ હિંમત બતાવી ધાકધમકી આપતાં નિકુંજ વિશે શહેર પોલીસ કમિશનરને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચાએ નિકુંજ સોનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.