ETV Bharat / state

વડોદરામાં ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપના આગેવાનો આવ્યા આગળ, 3 બેઠક પર બળવો થવાના એંધાણ

author img

By

Published : Nov 12, 2022, 4:02 PM IST

વડોદરામાં પાદરા, કરજણ અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર ભાજપમાં (Vadodara Assembly Seats) બળવો થવાના એંધાણ છે. તેની વચ્ચે ભાજપના નેતા શૈલેષ મહેતાએ ભાજપના જ પોતાના સાથીઓને પાર્ટી ન છોડવાની સલાહ આપી હતી. સાથે જ તેમની સાથે અન્ય નેતાઓ પણ ડેમેજ કન્ટ્રોલ (BJP Damage Control in Vadodara) કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

વડોદરામાં ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપના આગેવાનો આવ્યા આગળ, 3 બેઠક પર બળવો થવાના એંધાણ
વડોદરામાં ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપના આગેવાનો આવ્યા આગળ, 3 બેઠક પર બળવો થવાના એંધાણ

વડોદરા વિધાનસભાની ચૂંટણીઓની (Gujarat Assembly Election 2022) પ્રક્રિયા પૂર્ણ જોશમાં ચાલી રહી છે અને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહયાં છે, ત્યારે પક્ષ પલટો અને પાર્ટી સામે બળવો કરવાની મોસમ ચાલી રહી હોય તેવું લાગી રહયું છે. ત્યારે શૈલેષ મેહતા (સોટ્ટા)એ ભાજપનાં પોતાનાં સાથી મિત્રોને મીડિયા મારફતે પાર્ટી ન છોડવાની સલાહ આપી ડેમેજ કંટ્રોલના પ્રયાસો (BJP Damage Control in Vadodara) કર્યા હોવાનું જાણવા મળી રહયું છે.

3 બેઠકો ઉપર ભાજપમાં બળવો થવાના એંધાણ હાલમાં જ્યારે ભાજપ દ્વારા આ વિધાનસભા મતક્ષેત્રના (Vadodara Assembly Seats) પ્રબળ દાવેદારો જેમાં એક હાલનાં ધારાસભ્ય અને 2 પૂર્વ ધારાસભ્યોની ટિકીટ કપી નાખી કદ પ્રમાણે વેતરી નાખ્યા છે, જેથી આ આગેવાનો પક્ષ સામે બળવો કરે તેવા એંધાણ પ્રવર્તી રહ્યાં છે.

શૈલેષ મહેતાએ આપી સલાહ

શૈલેષ મહેતાએ આપી સલાહ ડભોઈ- દર્ભાવતીના બેઠક (Vadodara Assembly Seats) ઉપરનાં ભાજપના નેતા શૈલેષભાઈ મહેતાએ (Vadodara BJP Leader Shailesh Mehta) જણાવ્યું હતું કે, હાલમાં ચાલેલી મોસમ પ્રમાણે નાસભાગની નીતિ કે બળવો કરવાની નીતિ અપનાવશો નહીં. પક્ષમાં જ રહો અને પક્ષને વફાદાર રહેશો તો પક્ષ ગમે ત્યારે પણ તમારી કદર કરશે.

ભાજપમાંથી જનારા લોકો ઉપર ગ્રહણ લાગી જાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ભાજપ જેવો રાષ્ટ્રવાદી પક્ષ છોડીને જેટલા પણ નેતાઓ ગયા છે. તે નેતાઓની નીતાગીરી ઉપર ગ્રહણ આવી પડે છે અને તેમની રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મૂકાઈ જાય છે. બીજી પાર્ટીમાં ગયાં પછી ત્યાં તેઓની ઈજ્જત અને કદર કરવામાં આવતી નથી અને પક્ષ છોડીને ગયા પછી સામા પક્ષે પણ એટલી ઈજ્જત કે પદ મળતું નથી.

સલાહ આપી નારાજ નેતાઓને મનાવી ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો હાલ ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે જ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ-નિસાડીયા, પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ પટેલ (દિનુમામા) અને વાઘોડિયાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ ત્રણેય નેતાઓની ભાજપામાંથી ટિકીટ કપાઈ જતાં તેઓએ પક્ષ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે પક્ષના નેતાઓ દ્વારા સલાહ આપી તેમને મનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

બળવો થવાનાં એંધાણથી ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયું વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે જ ભાજપાના નેતા શૈલેષ મહેતાએ (સોટ્ટા) આ પ્રકારની સમજાવટ ભર્યું નિવેદન કરી બળવો કરવાનાં મૂડમાં આવી ગયેલાં આ ત્રણેય નેતાઓને સલાહ આપતા જ રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે અને અનેક પ્રકારના તર્કવિતર્ક શરૂ થઈ ગયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.