વડોદરાઃ જિલ્લામાં વ્યાજ ખોરોને હવે પોલીસનો પણ ડર રહ્યો નથી. મહિલા પાસે વ્યાજની ઉઘરાણી કરનારા શખ્સની એક ઓડિયા ક્લિપ વાયરલ થઇ છે. જેમાં તે કહી રહ્યો છે કે, પોલીસ કમિશ્નરની પણ તાકાત નથી કે મારી પાસેથી પૈસા કઢાવી શકે.
વડોદરા જિલ્લામાં વ્યાજના ધંધામાં થયેલા ઝઘડાનો મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચતા સામસામે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આ વિવાદમાં એક ઓડિયો ક્લિપ પણ ચર્ચામાં આવી છે. વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં દર્શન પંચાલ અને ફૈઝલ અબ્બાસ પટેલ વચ્ચે વ્યાજના ધંધામાં થયેલો વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, ત્યા બન્ને પક્ષે કરેલી સામસામે ફરિયાદ મુજબ એકબીજા પર ગંભીર આક્ષેપ કરાયા હતા. જોકે, ફૈઝલ અબ્બાસ પટેલ, દર્શન પંચાલ અને નલીનીબેન પંચાલને 4 લાખની લેણી-દેણીમાં ધાક ધમકી આપતો હતો.
જે અંગેની ફરિયાદ ગોત્રી પોલીસે નહીં લેતા દર્શન તથા નલીનીબેને પોલીસ ભવન ખાતે PI વિરુદ્ધ રજૂઆત કરી હતી અને ફૈઝલ પટેલનો ઓડિયો રજૂ કર્યો હતો. જેમાં ફેઝલ પટેલ કહી રહ્યો હતો કે, કમિશ્નર પણ મારું કંઈ નહિ બગાડી શકે તેમ બેફામ બોલી રહ્યો હતો. બીજી તરફ ગોત્રી પોલીસ મથકના PI એ.બી ગોહિલે ઓડિયો ક્લિપ વાયરલ મુદ્દે તેમને કોઇ જાણ નથી તેવુ જણાવી આ મામલે કડક કાર્યવાહીની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વ્યાજના નાણાંની લેવડદેવડમાં વિવાદ વધ્યો છે અને પોલીસ મથકે મામલો પહોંચતા બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી.