વડોદરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને સંપૂર્ણપણે અંકુશ મુકવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં(stray cattle in Vadodara)આવી છે. જેમાં હવે શહેરમાં માત્ર રખડતા ઢોરને( Stray cattle )જ પકડી પાડવાની કામગીરી પુરતુ તંત્ર સિમિત ન રહેતા હવે ગેરકાયદે ધમધમતા ઢોરવાડા પર પણ તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. રખડતા ઢોર અંગે હાઇકોર્ટની ટકોર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન( Vadodara Municipal Corporation)એક્શનમાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તા પર રખડતા ઢોર અને ઢોર છૂટા મુકનાર પશુપાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો ફરી ઉઠ્યો ઢોર નિયંત્રણ બિલ રદ કરવાનો સૂર, માલધારી સમાજે કાઢી વેદના રેલી
રખડતા ઢોરને કારણે અકસ્માત શહેરમાં ઢોર પકડનાર પાર્ટી પર હુમલો થયા બાદ મહાનગરપાલિકા તંત્ર રખડતા ઢોર સામે વધુ કડક હાથે કાર્યવાહી કરશે. માલધારીઓ આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ વડોદરાના મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું છે કે જો રસ્તે રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાશે તો કોર્પોરેશન કડક કાર્યવાહી કરશે. માલધારીઓએ મેયર સાથે મુલાકાત કરી ઢોરવાડા ન તોડવાની અપીલ કરી હતી. આ સાથે જ તેમના ઢોર બાંધી રાખવાનું આશ્વાસન પણ આપ્યું.
આ પણ વાંચો જાહેર રોડ પર ઘાસના વેચાણ સામે ઝુંબેશ, અમદાવાદ ટ્રાફિક પોલીસે 7 દિવસમાં 116 કેસ કર્યા
ઢોર પકડવા જતા પથ્થર મારો વડોદરામાં તંત્ર દ્વારા રખડતા ઢોર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે અકોટાના આર.સી. દત્ત એસ્ટેટ પાસે કોર્પોરેશનની ઢોર પાર્ટી અને પોલીસ જવાનો જ્યારે ઢોર પકડવા ગઇ હતી ત્યારે તેમના પર પથ્થરમારો થયો હતો. જેમાં ઢોર પાર્ટીના સુપરવાઈઝર પી.વી. રાવ અને પોલીસ જવાનોને પથ્થરો વાગ્યા હતા. એટલું જ નહીં પશુમાલિકો ઢોર પકડવા ગયેલી ટીમ પર પથ્થરમારો કરીને 3 ઢોરને છોડાવી ગયા. આ હુમલાને પગલે જે.પી. રોડ પોલીસે 2 ઢોર માલિકની અટકાયત કરી છે.