- આખરે કોરોનાની વેક્સિન વડોદરા આવી પહોંચી
- પુણેથી વડોદરા ગ્રીન કોરિડોર મારફતે ખાસ વાહનમાં કોરોના વેક્સિન રસી વડોદરા આવી
- 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ
વડોદરાઃ દેશભરમાં તારીખ 16મીથી રસીકરણ શરૂ કરવામાં આવશે. કોરોનાની રસી લેવા માટે હેલ્થ વર્કર્સ જ કોરોના વોરિયર્સ તે તેમને મંજૂરી અપાય છે. 7 જિલ્લામાં સરકારી અને ખાનગી મળી પ્રથમ તબક્કામાં કુલ 75,882 હેલ્થ વર્કર કોરોના વેક્સિન આપવામાં આવશે. કોરોના રસીનો જથ્થો પુનેથી નીકળી વડોદરા આવી પહોંચી હતી. કોરોના વેક્સિનનો જથ્થો વેક્સિન ઇન્સ્ટટીયુટ ખાતે લયાવવામાં આવ્યો હતો. ત્યાંથી છાણી સહિતના સેન્ટર ખાતે મોકલવામાં આવશે.
કઇ કઇ હોસ્પિટલોમાં મોકલવામાં આવશે રસી
જમનાબાઇ હોસ્પિટલ ,કિશનવાડી, અર્બન હેલ્થ સેન્ટર, સત્યમ હોસ્પિટલ છાણી, સૂકુંન હોસ્પિટલ, એસએસજી, યમુના મિલ અર્બન હેલ્થ સેન્ટર, માણેજા અર્બન હેલ્થ સેન્ટર ,સ્ટર્લીંગ હોસ્પિટલ ઇલોરા પાર્ક, બીએપીએસ હોસ્પિટલ ખાતે રસી અપાશે. શહેરના ઇસ્ટ ઝોનના બે બાકીના ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ ઝોન ના 3 - 3 હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. વડોદરામાં 320 વેક્સિન સેન્ટરોની પસંદગી કરાઈ છે. જિલ્લામાં 495 વેક્સિન સેન્ટર કાર્યરત રહેશે.
અલગ-અલગ જગ્યાએ વેક્સિન પહોંચાડવાની શરૂઆત
પુનેથી ખાસ વાહન દમણ સુરતથી ગ્રીન કોરિડોર મારફતે ખાસ વાહનમાં વડોદરા લાવવામાં આવી હતી. પુનાથી વેક્સિન અલગ-અલગ જગ્યાએ પહોંચાડવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. જ્યારે આજે ગ્રીન કોરિડોર મારફતે સુરતથી પાયલોટિંગ સાથે વડોદરા શહેરમાં સાંજે વેક્સિનનો જથ્થો op road વેક્સિન ગ્રાઉન્ડ પર આવી પહોંચ્યો હતો.
વિધાનસભાના અધ્યક્ષ સહિત જિલ્લા કલેકટરને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા
16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વાઇરસની રસી મુકવામાં આવશે, ત્યારે આજે ગ્રીન ફોલ્ડર મારફતે ખાસ વાહનમાં વેક્સિનનો જથ્થો વેક્સિન ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ, ધારાસભ્યો મનીષાબેન વકીલ, સીમાબેન મોહિલે જીતુભાઈ સુખડિયા, પૂર્વ મેયર ભરત ડાંગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદી આ જિલ્લા કલેકટરના હસ્તેના વેક્સિનના બોક્સની પૂજા પણ કરવામાં આવી હતી. ખાસ વાહન મારફતે વેક્સિનનો જથ્થો લાવનારા પણ બહુમાન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર અને જિલ્લામાં વેક્સિનેશન માટે 2.75 લાખ લોકોને નોંધણી કરવામાં આવી છે.