ગુજરાત સરકાર દ્વારા એમ.એસ.યુનિવર્સિટીની મહેકમની જગ્યાએ છઠ્ઠા પગાર પંચ તથા સાતમા પગાર પંચની મંજૂરી દરમિયાન 932થી વધુ જગ્યા રદ કરી હતી. જેથી યુનિવર્સિટીમાં ખૂબ જ કામગીરીની અસર થઈ છે. બીજી બાજુ યુનિવર્સિટી દ્વારા હંગામી નિમણૂકો થતી રહી છે જેની સંખ્યા આજે કુલ મહેકમની લગભગ 50% થી 60% વધુ થવા જઈ રહી છે.
એમ.એસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રજીસ્ટાર તથા સિન્ડિકેટ સભ્યઓના અમારી લડતને રજૂઆતોમાં અંગત રસ દાખવી સરકારમાં યોગ્ય સ્થાને મજબૂતાઈથી રજૂઆત કરી આ જગ્યાઓ મંજુર કરાવે અને કાઇમી કરવાની માંગ કરી હતી. આ મંજુર થયેલ મહેકમની ખાલી જગ્યા પર ધ્યાન દોરવામાં આવે એવી અપીલ પણ કરી હતી.