વડોદરાઃ સોખડા મંદિરમાં માર મારવાના કેસમાં (Sokhada Haridham Case)અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર થયો હતો. સંતોએ માર માર્યા અંગે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતુ. પોલીસ દ્વારા વારંવાર નોટીસ આપવામાં આવી રહી છે. ત્યારે પોલીસની ત્રીજી નોટીસ બાદ અનુજ ચૌહાણ વડોદરા તાલુકા પોલીસ મથકે (Anuj Chauhan Present at the Police Station) હાજર થયો હતો.
સ્વામીને લાગ્યું કે મે વિડીયો ઉતર્યોઃ અનુજ
અનુજ ચૌહાણએ જણાવ્યું કે, એકાઉન્ટ ઓફીસમાં અમારી સેવા કરી રહ્યા હતા. તે દરમ્યાન કંઇક મગજમારી થતી હોય તેવો અવાજ આવતો હતો. એ જોવા માટે હુ અને મારા મિત્રો બહાર આવ્યા. જ્યાં જઇને જોયુ તો અમુક બહેનો અને ભાઇઓ મગજમારી કરી રહ્યા હતા. અમે ત્યાં જઇને ઉભા ત્યાં તો પ્રણવ આસોજ અને મનહર સોખડાવાળા સહિત બે-ત્રણ જણાં અમને ધમકા મારવા લાગ્યા અને કહ્યું તમે અંદર જતા રહો આ જોવા માટે કેમ અહીં આવ્યા છો અમે પાછા વળતાં જ હતાં ત્યાં ઉભેલા પ્રભુપ્રિય સ્વામીએ (Sokhada Temple Prabhupriya Swami) મારા પર બ્લેમ કરીને તમે વિડીયો ઉતાર્યો ?
સ્વામીએ બધાને ઉશ્કેર્યા માર મારવા માટેઃ અનુજ ચૌહાણ
અનુજ ચૌહાણનું કહેવું છે કે, મેં કોઇ વિડીયો ઉતાર્યો નથી. સ્વામીને મારા પર શું ડાઉટ ગયો એ મને ખબર (Anuj Chauhan Downloaded Swami Video) નથી. સ્વામીએ મારો મોબાઇલ જોવા માટે માંગ્યો, મેં મોબાઇલ આપ્યો. સ્વામીએ મોબાઇલમાં જોયું તો કોઇ વિડીયો ન હતો. તે છતાં મને માર મારવામાં આવ્યો. ત્યાં ચારેય સંતો પ્રભુપ્રિય સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, હરીસ્મરણ સ્વામી અને સ્વામી સ્વરૂપ સ્વામીએ મને માર માર્યો અને વિરલ સ્વામીએ બધાને ઉશ્કેર્યા હતા ધમકી આપતા- આપતા માર માર્યો તેમજ મનહર સોખડાવાળા (Manhar Sokhadawala) પણ મને માર મારવા માટે જોડાઇ ગયા. પ્રેમ સ્વામી અને પ્રબોધ સ્વામીજી એટલે એમને ખબર છે કે મને પ્રબોધ સ્વામી સાથે હેતથી જોડાયેલો છું તે જગજાહેર છે.
અરજી પાછી ખેંચવા માટે દબાણ કર્યુંઃ અનુજ ચૌહાણ
આ ઉપરાંત અનુજે કહ્યું કે હરિપ્રસાદ સ્વામીએ (Hariprasad Swami) જ્યારથી દેહ છોડ્યો ત્યારથી મંદિરમાં બે જૂથમાં વિવાદ ચાલે છે. જો કે આ જૂથનો વિવાદ (Dispute in Swaminarayan Temple Haridham Sokhada) જગજાહેર છે. ઘણી વખત પોલીસ કમ્પ્લેન પણ થઈ છે. ત્યાગ વલ્લભ સ્વામીની ભૂમિકા વિશે મને ખ્યાલ નથી. તેઓ એક વડીલ સંત છે. મને ન્યાય મળવો જોઈએ તેવું એ પણ ઈચ્છતા હશે. આ મામલે પોલીસ સાથે રહીને અમે તમામ ન્યાયિક કાર્યવાહી કરશું. પોલીસ નિષ્પક્ષ રીતે તેમની રીતે કાર્યવાહી કરી રહી છે. તેમજ આ જગજાહેર છે કે આંમા કોણ દબાણ કરી રહ્યું છે. અરજી પાછી ખેંચવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. પરંતુ સમાધાન માટે અમે કોઈ રીતે માનવાના નથી. અમે કાયદાકીય રીતે જવાબ આપવા માંગીએ છીએ માટે કાયદાકીય રીતે મને જવાબ મળે તે જ મારી માંગણી છે.
આ પણ વાંચોઃ Sokhada Haridham Case: વડોદરાના હરિધામમાં બનેલી ઘટના મામલે પોલીસે મંદિરના સંતોના નિવેદન લીધા
આ પણ વાંચોઃ Sokhada Haridham beating incident: વડોદરાના હરિધામમાં વ્યકિતને સેવા કરવી પડી ભારે જાણો કેમ?