શહેરના હરણી વિમાની મથક એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા, અને એરફોર્સના આકાશી કરતબોથી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. દર વર્ષે 8 ઓક્ટોબરનો દિવસ એરફોર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે એરફોર્સ ડેની ઉજવણીના ભાગરુપે વડોદરામાં 28 સપ્ટેમ્બરે વાયુસેના દ્વારા એર શોનુ આયોજન કરાયુ હતું.. જેમાં વાયુસેનાની હેલિકોપ્ટર ટીમ સારંગ હેરતઅંગેજ આકાશી કરતબો દર્શાવ્યા હતા. સારંગ ટીમમાં ચાર એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટનુ એક ફોર્મેશન પણ ફ્લાય પાસ્ટ કર્યુ હતું. વાયુસેનાના ડાઈવર્સની આકાશ ગંગા ટીમ તેમજ ગરુડ કમાન્ડો પણ પોતાની ક્ષમતાનુ પ્રદર્શન કર્યું હતું. જે આકાશ ગંગા ટીમના સ્કાય ડાયવિંગ સ્ટન્ટ રોમાંચ ખડો કરી દેવા માટે પૂરતા હતા. આકશ ગંગાની ટીમ સ્કાય ડાયવિંગ, એર શો, એરોબેટિકસ વગેરે જેવા કરતબ આકાશમાં કર્યા હતાં. આ કારીગરી સારંગ ટીમના જાબાંજ પાયલોટે કરી હતી. જે આકાશમાં એરોબેટિકસની કવાયત જોવા મળતા લોકો દંગ રહી ગયા હતા. આમ, એરફોર્સ ડેની રોમાચંક રીતે ઉજવણી કરવામાં આવી હતી.