વડોદરા: શહેરમાં સિટી બસ ચાલકની જીવલેણ બેદકરકારી (Accident in Vadodara ) સામે આવી છે. ગતરોજ સુરતથી વડોદરા આવેલી એમ.એસ.યુનિ.ની વિદ્યાર્થિનીને જનમહેલના એન્ટ્રીગેટ (City bus in Vadodara)પાસે અડફેટે લેતાં તે ગંભીર રીતે ઘવાઇ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં (SSG Hospital Vadodara)ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી છે.
બસ ચાલકની જીવલેણ બેદકરકારી
સિટી બસની અડફેટે મૃત્યુ પામેલી વિદ્યાર્થિનીના પિતા રણજિતસિંહ સોલંકીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પરિવાર સાથે શિવાયનગર સોસાયટી, જુના કોસાડ રોડ, અમરોલી સુરતમાં રહે છે. હીરા ઘસવાની નોકરી કરે છે. પરિવારમાં મોટો દીકરો વિરેન્દ્રસિંહ અને નાની દીકરી શિવાની (ઉં-24) તથા તેનાથી નાનો દીકરો સ્મિત છે. શિવાની વડોદરાના એમ.એસ.યુનિ.માં માસ્ટર ઓફ સાયન્સ, કેમેસ્ટ્રીના છેલ્લા વર્ષમાં ભણે છે. યુનિની હોસ્ટેલમાં રહે છે. ગત 4 માર્ચના રોજ શિવાની ઘરે આવી હતી. 8 માર્ચના રોજ પરત વડોદરા આવવા માટે નિકળી હતી.
આ પણ વાંચોઃ વડોદરામાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી અકસ્માત બીકે સ્લીપ ખાતા મોત
બસ ચાલક સામે ફરિયાદ
ટ્રેનમાં બેસાડ્યા બાદ તેઓના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું કે શિવાનીનો જનમહેલ ખાતે અકસ્માત થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ ચાલક બસ મુકીને ફરાર થઇ ગયો હતો. ગંભીર ઘાયલ શિવાનીને સારવાર માટે 108 મારફતે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કરી છે. શિવાનીના પિતાએ બસ ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ વડોદરામાં ટેમ્પો ચાલકે 16 માસના બાળકને કચડી નાખ્યો