વડોદરા : શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ રોશન પાર્કમાં રહેતા પઠાણ પરિવારના સભ્યો ઘડીયાળી બાબા ધાર્મિક સ્થાનકે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ પદમલા બ્રિજ પર રીક્ષાને પાછળના ભાગે કોઈ ડમ્પરે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે. જેમાં એક 5 વર્ષીય બાળક પણ સામેલ છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
જીવલેણ અકસ્માત : ઘડીયાળી બાબા ધાર્મિક સ્થાનક વાસદ હાઇવે પર આવેલ છે. જ્યાં શ્રદ્ધાળુઓની ઘણી ભીડ રહેતી હોય છે. નવાયાર્ડ વિસ્તારના રોશન પાર્કમાં રહેતો પઠાણ પરિવાર દરગાહ પર દર્શનાર્થે ગયો હતો. પઠાણ પરિવાર ત્યાંથી રીક્ષામાં પરત ફરી રહ્યો હતો. ત્યારે અચાનક અજાણ્યા ડંફરચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી. આ જીવલેણ અકસ્માતમાં રીક્ષામાં સવાર 7 માંથી 2 લોકોનું કરુણ મોત નીપજ્યું હતું.
પરિવારની સ્થિતિ ગંભીર : આ ઘટના અંગે પરિવારના સભ્ય અઝરકર અલીએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે, પઠાણ પરિવાર રોશન પાર્કમાં રહે છે. તેઓ દરગાહ પર ગયા હતા. ત્યાંથી પરત આવતી વખતે અકસ્માતનો બનાવ બન્યો હતો. મૃતક તેઓનો નાનો ભાઈ છે. તેના લગ્ન થઈ ગયા હતા તથા તેને એક દિકરો અને દીકરી છે. અકસ્માતમાં સૌને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમાં બાળકો અને મહિલાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
આ અમારા સંબંધી હતા. તેઓ દરગાહથી આવી રહ્યા હતા ત્યારે પાછળથી કોઈ અજાણ્યા ટ્રકચાલકે રીક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં કેટલાક ઇજાગ્રસ્ત છે અને 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ લોકો છાણી જકાતનાકા નવાયાર્ડ વિસ્તારના રોશન પાર્કમાં રહે છે.-- નંને પઠાણ (મૃતકના પરિવારજન)
ટ્રક ચાલક ફરાર : રીક્ષાને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ ઇજાગ્રસ્તોને સ્થાનિકો દ્વારા 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ આરંભી છે. રિક્ષામાં સવાર 7 લોકોમાંથી 1 બાળક અને એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઇજાગ્રસ્ત લોકોની યાદી :
- દનીશ ગુલ્લુ પઠાણ, 12 વર્ષ
- સયામા ગુલ્લુ પઠાણ, 14 વર્ષ
- સબરીન ઈસત્તાક અલી પઠાણ, 26 વર્ષ
- તબ્બુસમ બાનું ઈસત્તાક ખાન પઠાણ, 26 વર્ષ
- નસીરા બેગમ ઈસત્તાક ખાન પઠાણ, 50 વર્ષ
મૃતકોની યાદી :
- અસીર અહેમદ પઠાણ, 46 વર્ષ
- અદિબા મૂંતિયાજ પઠાણ, 05 વર્ષ