વડોદરા: ડભોઇના એન્જિનિયર યુવાન જે ડભોઈ વિશ્રાંતિ ગ્રીનહાઉસ સોસાયટીમાં રહી માતા અને એક નાના ભાઈ સાથે પોતાનું જીવન ગુજારતો હતો. એન્જિનિયર યુવાને આપઘાત કરી લીધો હતો. જેમાં તેણે લખ્યું છે કે " મમ્મી હું જાવ છું, કંપનીની ગાડી અથડાઇ છે, મારાથી હવે મારી કંપનીમાં જવાનું ના થાય. મારી સાથે જે લોકો નોકરી કરે છે. તેઓને મારાથી મોંઢુ ન બતાવાય, હું જાવ છું. મારા નાના ભાઇને તમે જોઇ લેજો. મારા મોત માટે કોઇ જવાબદાર નથી, મને માફ કરશો" આવી એક રુદંત ભરી ચીઠ્ઠી પોલીસને મળી છે. આ બનાવ અંગે ડભોઇ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.
આપઘાત કર્યો: વહેલી સવારે વિષ્ણુ આચાર્યની માતા જયશ્રીબહેન પોતે નોકરી ઉપર ગયા હતા અને ભાઇ સાંઇકૃષ્ણ સ્કૂલમાં ભણવા માટે ગયો હતો તે સમય દરમિયાન વિષ્ણુએ મકાનના રસોડામાં પોતાનું જીવન ટૂંકાવ્યું. બપોરે 1.30 વાગ્યાના સુમારે સાંઇકૃષ્ણ ઘરે આવ્યો હતો. મકાનનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશતાજ તેણે મોટાભાઇને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યો હતો. અને તુરતજ મમ્મીને જાણ કરતા તેઓ હોસ્પિટલથી ઘરે આવી પહોંચ્યા હતા. તે સાથે વિશ્રાંતિ સોસાયીટના રહીશો પણ દોડી આવ્યા હતા. આ બનાવ બનતા સન્નાટો છવાઈ ગયો હતો.
"ડભોઇ પોલીસને વિશ્રાંતિ ગ્રીન હાઉસ સોસાયટીમાં એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યા ના સમાચાર મળ્યા હતા.જે સમાચાર મળતા પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોતા એક યુવાને પોતે જીવન ટૂંકાવ્યું હતું પરંતુ તેઓના ઘરમાં થી મલયાલમ ભાષામાં માતાને સંબોધન કરતી એક ચિઠ્ઠી મળી આવી હતી. પોલીસે આ અંગે આપઘાતનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે"-- એસ.એમ વાઘેલા (ડભોઇ પી.આ.ઈ)
એન્જિનીયર તરીકે નોકરી: એક નાનોભાઈ અને માતા સાથે જીવન ગુજારતો પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ કેરલના અલૈપેય જિલ્લાના કુટ્ટાનાડુ તાલુકાના વૈશ્યમભાગોમનો વતની વિષ્ણુ કૃષ્ણનકુટ્ટી આચાર્ય (ઉં.વ.25) જેઓની માતા જયશ્રીબહેન આચાર્યજે ડભોઇમાં ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી અને 12 વર્ષનો નાના ભાઇ સાંઇકૃષ્ણ સાથે ડભોઇ એસ.ટી. ડેપો પાસે આવેલી 55, વિશ્રાંતી સોસાયટીમાં રહેતો હતો. અને દુમાડ પાસે આવેલી વી.જી. ઓટોમોબાઇલ કંપનીમાં મિકેનીકલ એન્જિનીયર તરીકે નોકરી કરતો હતો.
દાખલ કરી કાર્યવાહી: સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળેડભોઇ વિશ્રાંતિ ગ્રીન હાઉસ ખાતે આ ઘટના બનતા આ ઘટનાની જાણ ડભોઇ પોલીસને કરવામાં આવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરસુખભાઇ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને ઉપર કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ડભોઇ એપલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અને પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં વિષ્ણુ આચાર્યએ અન્ય ભાષામાં એક ચીઠ્ઠી મળી આવી હતી જે ચિઠ્ઠીનો પોલીસે કબજે કરી હતી. આગળની તપાસ હાથ ધરી છે. આપઘાતનો ગુનો દાખલ કર્યોડભોઇ વિશ્રાંતી સોસાયટીમાં બનેલી આ ઘટનાએ ચકચાર જગાવી મૂકી હતી. સાથે વિષ્ણુના મોતે ગમગીની ફેલાવી દીધી હતી. ડભોઇ પોલીસે જયશ્રીબહેન આચાર્યની ફરિયાદના આધારે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.