વડોદરા: ભાયલી વિસ્તારમાં પેટ્રોલ પંપ ઉપર ડામરના ડમ્પરમાં એકાએક આગનો બનાવ બન્યો હતો. શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા નાયરાનાપેટ્રોલ પંપ ઉપર સવારે ડીઝલ ભરાવવા આવેલ ડમ્પરમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવવા આવેલા લોકોના જીવ પણ પડીકે બંધાયા હતા. સમગ્ર ઘટના બનતા કર્મચારીઓએ તાત્કાલિક ફાયર એસ્ટિંગ્યૂસર દ્વારા ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યોહતો. જ્યારે ક્રેઈનની મદદ લઇ પેટ્રોલ પંપ પરથી ડમ્પર હટાવાયુ હતું.
સમગ્ર બનાવ અંગે પોલીસે જણાવ્યું કે ગોત્રીના ગદાપુરા ખાતે અમરકુંડ સોસાયટીમાં રહેતા શંભુ ભરવાડનું આ ડમ્પર હતું. જે ડમ્પર ખાલી હતું અને ડીઝલ પુરાવવા આવ્યું હતું. દરમિયાન કેબિનમાં વાયરિંગમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. જોકે ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબૂમાં આવી જતાં મોટી હોનારત થતાં અટકી હતી.