ETV Bharat / state

વૃક્ષ બન્યું મોતનું કારણઃ વૃક્ષ ધરાશાયી થતા પોલીસ કર્મી બન્યો કાળનો કોળિયો - Vadodara Fire Brigade

વડોદરામાં સાંજના સમયે ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ (Rain in Vadodara )થયો હતો. શહેરના અજબડી મીલ પાસેથી (tree fell in Vadodara)એકટીવા ઉપર પસાર થઈ રહેલા પોલીસ જવાન ઉપર તોતિંગ ઝાડ પડતાં સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.

વૃક્ષ બન્યું મોતનું કારણઃ વૃક્ષ ધરાશાયી થતા પોલીસ કર્મી બન્યો કાળનો કોળિયો

author img

By

Published : Jun 24, 2022, 4:19 PM IST

વડોદરાઃ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ(Rain in Vadodara ) થયો હતો. આ દરમિયાન શહેરના અજબડી મીલ પાસેથી એકટીવા ઉપર પસાર થઈ રહેલા પોલીસ જવાન ઉપર તોતિંગ ઝાડ પડતાં સ્થળ પર મોત નીપજ્યું( policeman died)હતું. આ બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. એક્ટિવા સવાર ઉપર ઝાડ પડતા ફાયરબ્રિગેડની (tree fell in Vadodara)મદદ લેવામાં આવી હતી.

મોત

આ પણ વાંચોઃ અમદાવાદમાં લૂંટ થવાનો સિલસિલો હજુ યથાવત, હોસ્પિટલનો કર્મચારી લૂંટાયો

પોલીસ કર્મીનું મોત - મળેલી માહિતી પ્રમાણે સાંજે છ વાગ્યાના શહેરમાં ભારે વંટોળ સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો હતો. આ સમયે અજબડી મીલ રોડ ઉપરથી એકટીવા ઉપર પસાર થઈ રહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમરસિંહ ગોરધન રાજપૂત ઉંમર (વર્ષ 45) ઉપર ઝાડ પડતાં માથામાં થયેલી ગંભીર ઇજાના કારણે તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. કડાકા સાથે ઝાડ એકટીવા ઉપર પડતાની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. પરંતુ ઝાડનું થડ વજનદાર હોવાના કારણે સ્થાનિક લોકો ઉઠાવી શકે તેમ ન હોવાથી આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એક્ટીવા ઉપરથી ઝાડને દૂર કરી લોહીલુહાણ થઇ ગયેલા પોલીસ જવાન અમરસિંહ રાજપૂતને તુરત સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટમાં ભાઈની નજર સામે ભાઈને પતાવી દીધો

પોલીસતંત્રમાં શોકની લાગણી - આ બનાવ અંગેની જાણ પાણીગેટ પોલીસ સહિત શહેર પોલીસતંત્રમાં થતાં પોલીસ તંત્રમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. બીજી બાજુ આ બનાવ અંગેની જાણ અમરસિંહના પરિવારજનોને કરવામાં આવતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.