- આગામી ચૂંટણીને લઈને સરકારી તંત્ર એલર્ટ
- EVM મશીનોમાં મોકપોલ યોજવામાં આવી
- રાજકીય પક્ષોને સાથે રાખી 2000 EVM મશીની મોકપોલ યોજવામાં આવી
વડોદરાઃ કોર્પોરેશનની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડોદરામાં પણ કોર્પોરેશનની ચૂંટણીને લઇને વોર્ડ નંબર 4 ની કચેરી ખાતે રાજકીય પક્ષોની હાજરીમાં ચકાસણી કરાયેલા EVM મશીનો પર મોકપોલ યોજવામાં આવી હતી.
કલ્પેશ પટેલે મોકપોલમાં હાજર રહ્યા
પ્રાથમિક ચકાસણી કરેલા 2000 જેટલા EVM મશીનોમાંથી રાજકીય પક્ષોએ પસંદ કરેલા 200 મશીનોમાં 10 હજાર વોટ નાંખીને મોકપોલ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ચૂંટણી સમિતિના સભ્ય કલ્પેશ પટેલે પણ મોકપોલમાં હાજરી આપી હતી