ETV Bharat / state

સગાઈ તૂટી જતા યુવકે યુવતી પર આચર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ દાખલ - ડભોઇ પોલીસ

વડોદરાના ડભોઇમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડભોઇમાં સગાઇ તૂટી ગયા બાદ યુવતીને પોતાના મિત્રના ઘરે 11 દિવસ સુધી ગોંધી રાખી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Vadodara News
Vadodara News
author img

By

Published : Oct 18, 2020, 12:27 PM IST

  • ડભોઇમાં દુષ્કર્મની ઘટના
  • સગાઇ તૂટ્યા બાદ યુવકે યુવતી પર આચર્યું દુષ્કર્મ
  • ડભોઇ પોલીસે ગુનો નોંધી યુવકને પકડવા ચક્રગતિમાન કર્યા

વડોદરાઃ ડભોઈના યુવકે સગાઈ તૂટી ગયા બાદ આપેલો ફોન પરત લેવાના બહાને ફરીથી લગ્ન કરવાની લાલચ આપી વડોદરાની યુવતીને 11 દિવસ ગોંધી રાખી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આ અંગે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

સમગ્ર ઘટના

વડોદરાના ડભોઈના એક વિસ્તારમાં ફતેપુરાની યુવતી સાથે સગાઈ થયા બાદ યુવતી ફોન ના ઉપાડતી હોવાથી તેની સાથે ઝઘડો કરી અપશબ્દો બોલનારા યુવક સાથે પરિવારે સગાઈ તોડી હતી. ત્યારબાદ આપેલો ફોન પરત લેવાના બહાને વડોદરા આવીને યુવતીને મળ્યા બાદ ફરીથી લગ્નની લાલચ આપી લુણાવાડા લઇ ગયો હતો અને તેના મિત્રના ઘરે 11 દિવસ રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ડભોઈના એક વિસ્તારમાં રહેતી યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, ડભોઇ પાસેના ગામમાં રહેતા અરબાઝ ઉર્ફે બબ્બો મહંમદ હનીફ મલેક સાથે તેની સગાઈ થઈ હતી. અરબાઝની હરકતના લીધે સગાઈ તૂટી ગઈ હતી. જેથી 5 ઓક્ટોબરે રીક્ષામાં અરબાઝ અને તેના 2 મિત્રો આવ્યા હતા. જે યુવતીએ તેનો મોબાઈલ ફોન આપ્યા બાદ અરબાઝે તેરે સાથ શાદી કરની છે તેમ કહી બળજબરીથી લુણાવાડામાં રહેતાં તેના મિત્રના ઘરે લઈ ગયા હતા. જ્યાં યુવતીને તેના મિત્રના ઘરે 11 દિવસ રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જો કે, ત્યારબાદ અરબાઝનો પરિવાર આવી જતાં તેણે યુવતીને તેના ઘરે પહોંચાડી હતી. આ અંગે યુવતીએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.