ETV Bharat / state

ડભોઈમાં ખુલ્લી જગ્યામાં પડેલા ઘાસના પૂડાઓમાં લાગી આગ, કોઈ જાનહાની નહી - વડોદરા ન્યૂઝ

ડભોઇ તાલુકાના કુકડ વસાહતમાં એક મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં પડેલા ઘાસના પૂડાઓમાં એકા એક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં ગ્રામજનોમાં ભારે અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો.

fire
fire
author img

By

Published : Nov 30, 2020, 8:21 AM IST

  • ડભોઈ કુકડ વસાહતના મકાનની ખુલ્લી જગ્યામાં મુકેલા ઘાસના પૂડામાં ભીષણ આગ લાગી
  • ફાયરબ્રિગેડની ટિમ મિનિફાયર ફાઇટર 2 બ્રાઉઝર સાથે ઘટના સ્થળે દોડી આવી
  • ચાર કલાકની ભારે જાહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો

વડોદરાઃ ડભોઇ તાલુકાના કુકડ વસાહતમાં એક મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં મૂકેલ ઘાસના પૂડાઓમાં એકા એક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં ગ્રામજનોમાં ભારે અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. સ્થાનિક ગ્રામજનો દ્વારા પાણીનો મારો ચલાવવા છતાં આગ કાબૂમાં ન આવતા આખરે ડભોઇ નગર પાલિકાની ફાયરટીમના બે બ્રાઉઝર મંગાવાની ફરજ પડી હતી. 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયરબ્રિગેડના જવાનોને સફળતા મળી હતી.આ આગમાં આશરે રૂપિયા 50,000ની કિંમતના ઘાસના પૂડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.

500 ઉપરાંતના ઘાસના પૂડા આગની લપેટમાં બળીને ખાખ

ડભોઇ તાલુકાના કુકડ વસાહતમાં રહેતા બચુભાઈ રાઠવાના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં 500 ઉપરાંત ઘાસની ઘાસડીઓ વીરસિંગભાઈ રાઠવા ઉરસનભાઈ રાઠવા અને બચુભાઈ રાઠવાની મૂકેલી હતી. ગતરાત્રીના એકા એક અગમ્ય કારણોસર આ ઘાસની ઘાસડીઓ ( પૂડા )માં આગ ભભૂકી ઉઠી હતી

આગ લાગવા પાછળનું કારણ અકબંધ

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થતાં આસપાસના રહીશો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પરંતુ આગ વિકરાળ સ્વરૂપમાં હોવાથી આગ ઉપરપર કાબુ મેળવી શકાય તેમ ન હતો. જેથી ડભોઇ નગર પાલિકા ફાયરટીમને જાણ કરતાં ડભોઇ ફાયર ટિમના દેવેન્દ્રસિંહ, કમલેશભાઈ અને પિયુષભાઈ સહિતની ટિમ મિનિફાયર ફાઇટર અને બ્રાઉઝર સાથે ઘટના સ્થળે તત્કાલ દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી 4 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

જ્યારે સમગ્ર બનાવની ડભોઇ પોલીસને જાણ થતાં ડભોઇ પોલીસ અને તાલુકા પંચાયતની ટીમો પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. આગથી આસપાસના ઘરોને નુકસાન થતાં પહેલાં જ આગ ઉપર કાબુ મેળવી લેવાતા સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. જ્યારે ત્રણ જેટલા ખેડૂતોને અંદાજીત 50,000 ઉપરાંતનું નુકસાન થયું હતું. આગ કયા કારણોસર લાગી તે રહસ્ય અકબંધ છે. આગ લાગી છે કે લગાડવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.