વડોદરા શહેરના એક પરિવાર દ્વારા વિશ્વ દિવ્યાંગતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ પરિવાર દ્વારા તેમના ઘરના લગ્ન પ્રસંગ સમયે પ્રજ્ઞાચક્ષુઓને યાદ કરીને તેમની સાથે આ દિવસની ઉજવણી કરી હતી. આ પરિવાર પ્રજ્ઞાચક્ષુઓને પોતાના મહેમાન અને સ્વજન સમજીને તેમનું ફૂલ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પરિવારના તમામ પરિવારજનોએ પ્રજ્ઞાચક્ષુઓને પોતાના હાથે જમાડ્યા હતા તે સમયે દરેક પરિવારજનોની આંખમાં સ્નેહ અને પ્રેમ છલકાઈ રહ્યો હતો.
આ પ્રસંગે જગદીશસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, તારીખ 5 ડિસેમ્બરના રોજ મારા પુત્રના લગ્ન છે અને યોગનું યોગ તારીખ 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગતા દિવસ આવતો હોવાથી મારી વર્ષોની ઇચ્છા હતી કે મારા ઘરમાં શુભ પ્રસંગે આ દિવ્યાંગો સાથે ઉજવવાની ઈચ્છા હતી જે આ સપનું આજે ઉજવવાનું પૂર્ણ થયું છે.