ETV Bharat / state

લાકડાના પુલ પરથી પસાર થતી જિંદગી, અર્વાચીન યુગમાં રહેતા લોકોનું દર્દ - EWS આવાસ યોજના

વડોદરા શહેર સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે એક વિસ્તાર (basic amenities the people)એવો છે કે જ્યા અનેક લોકો સુધી હજુ પાયાની સુવિધા પહોંચી નથી. 8 મહાનગરો પૈકીના આ મહાનગરમાં અહીં રહેતા લોકો લાકડાના જોખમી પુલ પરથી (dangerous wooden bridge)પસાર થાય છે. આ પુલ જ તેઓને શહેર સાથે જોડે છે.

લાકડાના પુલ પરથી પસાર થતી જિંદગી: શહેરના નગરવાળા વિસ્તારના લોકો જીવી રહ્યા છે અર્વાચીન યુગમાં
લાકડાના પુલ પરથી પસાર થતી જિંદગી: શહેરના લોકો જીવી રહ્યા છે અર્વાચીન યુગમાં
author img

By

Published : Jul 21, 2022, 5:31 PM IST

વડોદરા: શહેરને સ્માર્ટ સિટી અને શાંઘાઈ બનાવવાના સત્તાધીશોના દાવાઓ વચ્ચે એક વિસ્તાર એવો છે કે જ્યાના લોકો હજુ પણ અર્વાચીન યુગમાં જીવી રહ્યા છે. ETV Bharatની ટીમ આ વિસ્તારમાં પહોંચી અને આ દ્રશ્યોમાં દેખાતો આ લાકડાનો પુલ (wooden bridge)કોઈ ઐતિહાસિક સ્થળ કે ગામનો નથી. આ 8 મહાનગરો પૈકીના વડોદરા મહાનગરના વિશ્વામિત્રી નદીના (Vishwamitri River)કિનારે આવેલ નાગરવાળાથી કૃષ્ણનગરને જોડતો લાકડાનો પુલ છે.

હજુ પાયાની સુવિધા પહોંચી નથી

નાગરવાળાથી કૃષ્ણનગરને જોડતો લાકડાનો પુલ - અહીંના સ્થાનિકોએ પોતાના સ્વ ખર્ચે (dangerous wooden bridge)બનાવ્યો છે. વર્ષ 1972 એટલે કે 50 વર્ષથી અહીં 200 થી વધુ લોકો વસવાટ કરે છે. જ્યાં વીજળી પણ બે વર્ષ પહેલાં જ આવી છે. જોકે અહીં હજુ પણ સ્ટ્રીટ લાઇટની કોઈ જ સુવિધા પહોંચી નથી કે નથી પાણીની સુવિધા જેથી અહીંના લોકોએ આ જોખમી પુલ પરથી પસાર (basic amenities the people)થઈને પાણી ભરવા જવું પડે છે.

ડર વગર જાણે આ પુલથી ટેવાઈ ગયા - આ પુલ જ છે કે જે તેઓને શહેર સાથે જોડે છે. અહીંથી નાના બાળકો પણ પસાર થઈ રહ્યા છે કોઈ ડર વગર જાણે આ પુલથી ટેવાઈ ગયા છે. કારણકે ભવિષ્યમાં પણ તેઓએ આ જ પુલને પોતાનો રસ્તો બનાવવો છે. અહીંના લોકોએ 50 વર્ષમાં 10 ચૂંટણીઓ જોઈ દર વખતે ઉમેદવારો આવે છે અને તેમના સંઘર્ષને પુરા કરવાના વાયદા તો કરે છે પરંતુ મત મળે એટલે નેતાઓ ગાયબ થઈ જાય છે. કારણ કે નેતાઓ માટે તેઓ ફક્ત મતદાર છે માનવી નહીં.

સ્થાનિકો શું કહી રહ્યા - સ્થાનિક સંજયભાઈ એ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીનો પટ હોવાથી અહીં મગરો વિસ્તારમાં આવે છે. તેમના પશુઓનો શિકાર કરી જાય છે અને ઝેરી સાપે તો કેટલાયના અંગો પર તેમની બદનસીબીના નિશાન છોડ્યા છે. અહીંથી પસાર થવું અમારી મજબૂરી છે. અનેક રજૂઆત છતાં કોઈ જોવા નથી આવતું અને જાતે આ બ્રિજ પૈસા એકઠા કરી બનાવવો પડે છે.

કોર્પોરેશન અહીં જોવા પણ નથી આવતું - સ્થાનિક સાહેવાસી મીનાબહેને જણાવ્યું હતું કે અહીંથી પસાર થવું જીવનું જોખમ છે. નાના નાના બાળકોને અહીંથી રોજે લઈ જવા પાણીમાં પડી જવાનો સતત ભય સતાવી રહ્યો છે. અહીં નદી હોવાથી મગરોની બીક વધુ લાગે છે. કોર્પોરેશનમાંથી કોઈ અહીં જોવા પણ નથી આવતું અને લાઈટ પણ હમણાં મળી છે.

આ પણ વાંચોઃ World Crocodile Day : માણસ સાથે મગરો વસવાટ કરતી નગરી, પરંતુ મગરોના અસ્તિત્વ પર જોખમ

લાકડાનો બ્રિજ હોવાથી ક્યારેક પડી પણ જવાય - રાજ કહે છે કે અહીં ખુબજ વધારે પાણી વહે છે અને મગરો આવે છે તો બહુજ બીક લાગે છે. લાકડાનો બ્રિજ હોવાથી ક્યારેક પડી પણ જવાય છે. ક્યારેક પડી જઈએ તો માતા પિતા કે કોઈ અન્ય વ્યક્તિ દોરડું નાખી બચાવવા આવે છે.

રોજનું કમાઈને રોજ ખાવા વાળા લોકો - આ અંગે વિનોદભાઈએ જણાવ્યું હતું કે અમે નાનપણથી આ બ્રિજનો ઉપયોગ કરીએ છીએ અને વારંવાર આ બ્રિજ પડી જાય છે. સ્થાનિકો દ્વારા અનેક વાર કોર્પોરેટરને રજૂઆત કરી છે છતાં કોઈ સાંભળતું નથી. અહીં રોજનું કમાઈને રોજ ખાવા વાળા લોકો રહે છે. આ બ્રિજ તૂટે તો જાતે પૈસા ઉઘરાવી બ્રિજ બનવવો પડે છે.

આ પણ વાંચોઃ વિશ્વામિત્રી મૃતપાય અવસ્થાને લઈને મોટા પુરાવાઓ આવ્યા સામે

EWS આવાસોનું સરકારે નિર્માણ કર્યું - વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આવા રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને ત્યાં રહેવાની જરૂર નથી. આવા લોકો માટે સરકાર દ્વારા EWS આવાસ યોજના(EWS Housing Scheme)અંતર્ગત મકાન ફાળવવામાં આવેજ છે. પરંતુ આ લોકો ત્યાંજ રહેવા ટેવાયેલા છે. સરકાર અને કોર્પોરેશન આવા પરિવારોની ચિંતા કરી રહી છે, પરંતુ આવા પરિવારોને પણ પોતાના પરિવારની ચિંતા કરવી જોઈએ. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિના આધારે ત્યાં માર્ગ બનાવવો યોગ્ય નથી છતાં પણ તર્ક વિતાર જાણી પ્રોવિજન કરીશું. એવા લોકો જે ત્યાં વસવાટ કરે છે હજુ સુધી કોઈ પણ પ્રકારે કોર્પોરેશનમાં રજૂઆત કરી નથી.

નાગરિકનો મૂળભૂત અધિકાર મહત્વની વાત એ છે કે રોડ, રસ્તા, પાણી નાગરિકનો મૂળભૂત અધિકાર છે. પરંતુ સુવિધા આપવાની વાત આવે ત્યારે સત્તાપક્ષને વેરો ભરે છે કે કેમ તે દેખાય છે અને ચૂંટણી આવે ત્યારે વોટ માંગતી વખતે અને વચન આપતી વખતે તેઓ પૂછતાં નથી કે તેઓ વેરો ભરે છે કે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.