- બરોડા ડેરીની ચૂંટણીમાં જિલ્લાના બિનહરીફ જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો
- 2017 માં ભાજપ છોડી ગયેલા ચૈતન્યસિંહ ઝાલાની 400 કાર્યકરો સાથે ઘર વાપસી
- મલાઈદાર ડેરીની 28 મીએ ચૂંટણી અને 29 મી ડિસેમ્બરે મતદાન
વડોદરાઃ બરોડા ડેરીના પ્રમુખ દીનું મામાની હાજરીમાં બરોડા ડેરીની ચૂંટણીમાં જિલ્લાના બિનહરીફ જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપમાંથી ગત્ત વિધાન સભામાં સપેન્ડ કરેલા ચૈતન્ય સિંહ ઝાલા, પિનાકીન પટેલ સહિત 400 કાર્યકર્તાઓને પુનઃ ભાજપમાં પ્રવેશ અપાયો હતો.
![Etv Bharat, Gujarati News, Baroda News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9963552_baroda.png)
![Etv Bharat, Gujarati News, Baroda News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9963552_vad.jpg)
ગત્ત વિધાનસભાની ટીકિટ નહીં મળતાં તત્કાલિન ભાજપના જિલ્લા ઉપપ્રમુખ ચૈતન્ય સિંહ ઝાલાએ રાજીનામું આપ્યું હતું
ગત્ત વિધાનસભામાં દીનુમામાની હારમાં મુખ્ય ભાગ ભજવનારા તત્કાલિન ભાજપના જિલ્લા ઉપપ્રમુખ ચૈતન્ય સિંહ ઝાલા અને પિનાકીન પટેલે રાજીનામું આપ્યું હતું. પોતાને વિધાન સભાની ટીકિટ ન મળતા દીનુમામા હારી જતા પાર્ટીએ તમામને સસ્પેન્ડ કર્યા હતા. જે આગામી ડેરીની ચૂંટણી, નગર પાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરી જીતેલી બાજી હારમાં ન પરિણમે તે રણનીતિના ભાગ રુપે ઝાલા એન્ડ કંપનીએ પુનઃ પ્રવેશ અપાયો હતો, ત્યારે તેમના ટેકેદારો 400થી વધુ રાજપૂત યુવાનો આગેવાનો જોડાઇ જય ભવાનીના નારા લગાવ્યા હતા. આમ ડેરીના બેનર ઉપર દીનુમામાનું શક્તિ પ્રદર્શન અને ડેરીની ચૂંટણીમાં વિજયનો શંખનાદ ફૂંકાયો હતો. ઉલ્લેખનીય છે કે, 6 ડિરેક્ટરો બિનહરીફ છે. પરંતુ દિનુમામા જે પ્રમુખ છે એમનો મુકાબલો છે નરેન્દ્ર મુખી સામે. જોકે દિનુમામાના વિરોધી ઉમેદવાર નરેન્દ્ર મુખીથી જરાયે વિચલિત નહીં હોવાનું જાણવા મળ્યું હતું.