વડોદરા શહેર અને તેના આસપાસના વિસ્તારામાં મોટી ઓદ્યોગિક કંપનીઓ આવેલી છે. આ કંપનીઓના કેમીકલ્સ પાણીઓમાં ભળતા પાણી લાયક જમીન અને આ ઓદ્યોગિક એકમો પાસે વસવાટ કરતા ગામો અને લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેની એનેક ફરિયાદો અને આંદોલનો થયા છે.
જે GIDCનો સેપી સ્કોર 70થી વધું આવ્યો છે. તે તમામ GIDCને ક્રિટિકલ પોલ્યૂટેડ જાહેર કરવામાં આવી છે. ત્યારે દેશની 100 પ્રદૂષિત GIDCમાં સુરત GIDCનો પણ સમાવેશ થયો છે. NGTએ હવા-પાણી અને જમીનના પ્રદૂષણને લઇ સર્વે કરવામાં આવ્યો છે. જેને લઇ આ યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીએ જે ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. તે જોઈ હવે આગામી સમયમાં પ્રદૂષણને કારણે શ્વાસ લેવું જ શક્ય રહેશે નહિ. આ તમામ ઔદ્યોગિક ક્ષેત્રો પર GPCB કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.