ETV Bharat / state

વડોદરાની બિચ્છુ ગેંગના વધુ 3 આરોપીઓની ધરપકડ

ગુજસીટોક હેઠળના ગુનામાં વડોદરા પોલીસે વધુ ત્રણની ધરપકડ કરી હતી. જેમાં એકની અમદાવાદના શાહઆલમ ખાતેથી ધરપકડ કરી હતી. આ ત્રણની સાથે અત્યાર સુધી ઝડપાયેલાઓનો આંક 20 પર પહોચ્યો છે. જે પૈકીના 15ના રિમાન્ડ પૂરા થતાં અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે તમામને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલવામાં આવ્યા છે.

વડોદરા બિચ્છુ ગેંગ
author img

By

Published : Feb 4, 2021, 1:24 PM IST

  • ગુજસીટોકના ગુના હેઠળ બિચ્છુ ગેંગના વધુ 3ની ધરપકડ
  • ગેંગવોરની આશંકા વચ્ચે પંદર આરોપીને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલાયા
  • કુલ 20 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરાઈ

વડોદરા: હત્યા, હત્યાની કોશિશ, ખંડણી, અપહરણ, ધાકધમકી સહિતના ગંભીર ગુના આચરનારા કુખ્યાત બિચ્છુ ગેંગના અસલમ ઉર્ફ બોડીયા હૈદરમીયાં શેખ અને તેના 25 સાગરીતો સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ એક્ટ( ગુજસીટોક )ના કાયદા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિચ્છુ ગેંગના 26 પૈકી ભાગેડુઓની તબક્કાવાર ધરપકડ કરી હતી. કુલ 20 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરાઈ છે, જ્યારે અસલમ સહિત પાંચની સધન પુછપરછ ચાલી રહી છે.

ત્રણ આરોપીઓની અમદાવાદના શાહઆલમ વિસ્તારમાંથી ધરપકડ

ગત રવિવારે મોડી રાત્રે ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો અને તેનો સાગરીત સોએબઅલી ઉર્ફે બાપુ યુસુફઅલી સૈયદની બોડેલી પાસે જુહાપુરા દરગાહ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હાલ રિમાન્ડ હેઠળ છે. ત્યારબાદ પોલીસે વધુ ત્રણની ધરપકડ કરી હતી, જેમાં યાકુતપુરા મીનારા મસ્જીદ પાસે રહેતા અસપાક ઉર્ફ બાબા ઇકબાલ શેખ, યાકુતપુરા ચોરાની પાછળ રહેતા શાહરૂખ અબ્દુલહબીબ પઠાણ તથા ફત્તેપુરા પાંજરીગર મહોલ્લા ખાતે રહેતા સુલતાન સતારભાઇ મિરાશીનો સમાવેશ થાય છે. આ ત્રણેયની અમદાવાદના શાહઆલમ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

તમામને અલગ-અલગ જેલમાં મોકલવાનો અદાલતે આદેશ આપ્યો

ત્રણેય આરોપીઓને ગુરૂવારના રોજ અદાલત સમક્ષ રજૂ કરીને પોલીસે રિમાન્ડની માંગણી કરતાં અદાલતે ખાસ સરકારી વકીલ પંડ્યાની દલીલોને ધ્યાનમાં લઈને 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. બીજી તરફ આ કેસમાં અગાઉ પકડવામાં આવેલા આરોપીઓ પૈકીના પંદર ગુનેગારોના રિમાન્ડ પૂરા થતાં તેમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે તમામને જેલમાં મોકલવાનો અદાલતે આદેશ આપ્યો હતો. એક જ જેલમાં રહી તેઓ ગેંગવોર કરી શકે તેમ હોવાની સંભવનાઓ સાથે સરકારી વકીલે દલીલ કરતાં અદાલતે તેની ગંભીરતા લઈને તમામને અલગ અલગ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. જેમાં 6 ગુનેગારોને વડોદરા, ત્રણને સુરત, બેને ભરૂચ, બેને ગોધરા તથા બેને છોટાઉદેપુર જેલમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ બિચ્છુ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

રાજ્યભરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો પર દબાણ લાવવા માટે GUJCTOC (Gujarat Control of Organised Crime Act)નો કાયદો અમલ કરવામાં આવ્યો છે. વડોદરામાં માથેભારે ગુનેગાર અસલમ બોડિયા અને તેના સાથીદારો વિરુદ્ધ ઘણા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં મુખ્ય સુત્રધાર અસલમ બોડિયાની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.