વડોદરાઃ બ્રાન્ડેડ કંપનીઓની કાર (MG Hector Fault Vadodara) કાયમી ધોરણે ચર્ચામાં હોય છે ક્યારેક એના ફીચર્સને કારણે તો ક્યારેક એના ભાવને કારણે. લક્ઝરી ગણાતી MG હેક્ટર કાર માત્ર બે દિવસમાં બગડતા માલિકે કંપનીનો તથા શૉ રૂમના વલણનો વિરોધ કર્યો હતો. કાર માલિકે આ વિશે કંપનીને અનેક રજૂઆત કરી. તેમ છતાં કંપની દ્વારા કોઈ પગલા ન લેવાતા આ ગ્રાહકે ઢોલ નગારા સાથે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં પોતાની જ કાર પર પોસ્ટર ચોંટાડીને કંપનીનો કાન આમળ્યો છે.
ગધેડા સાથે બાંધીઃ વડોદરા શહેરના એક ગ્રાહક જગદીશભાઈ ગણવાનીએ પાંચ દિવસ પહેલા કાર ખરીદી હતી. ખરીદેલી નવી કાર લઈને શહેરના ઓપી રોડ પર આવેલા મોરિસન ગેરેજના શો રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર પર 24 લાખની ગાડી 2 દિવસ (MG Hector Vadodara Show Room) માં જ ખરાબ નીકળી હતી. એટલે તેમણે પોતાની જ કાર પર પોસ્ટરો લગાવ્યા હતા. એટલું જ નહીં ગાડીની આગળ ગધેડા રાખી અને ઢોલનગારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે.
ઉકેલ લાવવામાં નથીઃ આ કાર 2 દિવસમાં જ ખરાબ થઈ ગઈ હતી. આ વિશે મે મોરિસ ગેરેજ કંપનીને મેઈલથી રજૂઆત કરી ત્યારે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. આ ઉપરાંત છેલ્લા પાંચ દિવસથી હું મોરિસ ગેરેજના શોરૂમના પણ ધક્કા ખાઈ રહ્યો છું. પરંતુ મારી સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં નથી આવતો. ન મને મારા પૈસા પાછા મળ્યા છે, અને કંપની તરફથી કારનું રિપ્લેસમેન્ટ પણ કરી આપવામાં આવી રહ્યું નથી. આવા સંજોગોમાં હું આ કારને લઈને શોરૂમ બહાર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યો છું. વિરોધને પગલે મોરિસ ગેરેજ શોરૂમના કર્મચારીઓ પણ દોડતા થયા હતા. અને કાર માલિકને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવી આપવાનું જણાવ્યું હતું.