ETV Bharat / state

નંદેસરી ઔદ્યોગિક એકમના 200 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ - nadesari corona case incress

શહેરમા કોરોના મહામારીનાં કારણે નંદેસરી ઔદ્યોગિક એકમના આશરે 200 જેટલા કર્મચારીઓ પોઝિટિવ આવતાં ફફડાટ મચી ગયો હતો. જીવલેણ કોરોનાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલની શિક્ષિકાનું કોરોનાના કારણે મોત થયું હતું.

નંદેસરી ઔદ્યોગિક એકમના 200 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ

author img

By

Published : Mar 31, 2021, 5:05 PM IST

  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ શિક્ષિકાનું કોરોનાના કારણે મોત
  • 200થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત થતા હાહાકાર મચ્યો
  • 71 કર્મચારીઓ પરિવાર સાથે રિફાઇનરી ટાઉનશીપમાં રહે છે

વડોદરાઃ શહેરના નજીક આવેલી નંદેસરી ઔદ્યોગિક એકમની કંપનીમાં ફરજ બજાવતા 200થી વધુ કર્મચારીઓને કોરોના થતા સમગ્ર પંથકમાં ભારે હાહાકાર મચી ગયો હતો. કોરોનાના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શિક્ષિકાનું મોત થતા શિક્ષકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

નંદેસરી ઔદ્યોગિક એકમ
નંદેસરી ઔદ્યોગિક એકમમાં 200 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ

ઔદ્યોગિક એકમ નંદેસરીમા 200થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત

ગોધરામા કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે વડોદરાની રિફાઇનરીમા કોરોનાના કેસ વધુ જોવા મળ્યા હતા. શહેર નજીક આવેલા ઔદ્યોગિક એકમમાં અનેક કર્મચારીઓ ફરજ બજાવ છે. જેમાથી 200થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત થતા સમગ્ર પંથકમાં ભારે હાહાકાર મચી ગયો હતો. જેમાં જીએસિએલ, દિપક નાઈટ્રેટ , ગુજરાત રિફાઇનરી, કોરોમંડલ્મ સહિતની કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રિફાઇનરીના કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યો મળીને કુલ 166 થી વધુ લોકો સંક્રમિત થયા છે. સંક્રમિત થયેલા બાકીના 71 કર્મચારીઓ પરિવાર સાથે રિફાઇનરી ટાઉનશીપમાં રહે છે, ત્યારે રિફાઇનરીમાં આટલી હદે કોરોના વકરવાની પ્રથમ ઘટના બની છે. નંદેસરી ખાતે આવેલી અનેક જાણીતી કંપનીના કર્મચારીઓને તંત્ર દ્વારા હોમકોરોન્ટાઇન કર્યા બાદ સારવાર શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃવડોદરાના ઔદ્યોગિક એકમમાં આવેલી SBI બેન્કના બ્રાન્ચ મેનેજર સહિત 12 લોકો કોરોના પોઝિટિવ

કોરોનાના કારણે એક શિક્ષકનું પણ થયું મોત

વડોદરામા કોરોના જીવલેણ બન્યો છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ શિક્ષિકાનું કોરોનાના કારણે મોત થયું છે. ૩૫ જેટલા શિક્ષકો પણ કોરોનાની ઝપેટમા આવ્યા હતા. છેલ્લા બે દિવસમા 10 શિક્ષિકો સંક્રમિત થતાં આંકડો 35 પર પહોંચ્યો છે. કોરોનાના કારણે શિક્ષિકાનું મોત થતાં શિક્ષકોમા ભયનો માહોલ સર્જાયો હતો.

શહેરમા કોરોનાની પરિસ્થિતિ વકરી

વડોદરામા કોરોનાનો કહેર વધી રહ્યો છે. વડોદરાની અંદર કચ્છ-ભુજ મહાનગરપાલિકાની મેડિકલ બુલેટ ટ્રેનમા 353 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેમા એક દર્દીનું મોત પણ થયું હતું. કોરોના ધીરે ધીરે સરકારી કચેરીઓમાં પણ પેસારો કરી રહ્યો છે. નંદેસરી ખાતે એસબીઆઇ બેંકના કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે એમ.જી.વી.સી.એલ કચેરીમા પણ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.

આ પણ વાંચોઃ આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું કોરોનાના કારણે મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.